Not Set/ ભારે તબાહી સર્જી શકે છે ફેની વાવાઝોડું, ઓરિસ્સાના દરિયા કિનારે એલર્ટ જાહેર

ભારતના દરિયા કિનારે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા ‘ફેની’ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.ફાની શુક્રવાર બપોર સુધીમાં ઓરિસ્સાના દરિયાકિનારા ગોપાલપુર અને ચાંદબલીની વચ્ચેથી પસાર થવાની આશંકા છે. ફાનીની પવનની ઝડપ એટલી છે કે ઓરિસ્સાના દરિયા કિનારાના અનેક ગામો ખાલી કરાવ્યા છે. વાવાઝોડાની સંભવિત અસરના કારણે મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ચૂંટણીની તારીખો લંબાવવાની માંગણી કરી […]

Top Stories India
rero 3 ભારે તબાહી સર્જી શકે છે ફેની વાવાઝોડું, ઓરિસ્સાના દરિયા કિનારે એલર્ટ જાહેર

ભારતના દરિયા કિનારે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા ‘ફેની’ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.ફાની શુક્રવાર બપોર સુધીમાં ઓરિસ્સાના દરિયાકિનારા ગોપાલપુર અને ચાંદબલીની વચ્ચેથી પસાર થવાની આશંકા છે. ફાનીની પવનની ઝડપ એટલી છે કે ઓરિસ્સાના દરિયા કિનારાના અનેક ગામો ખાલી કરાવ્યા છે.

વાવાઝોડાની સંભવિત અસરના કારણે મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ચૂંટણીની તારીખો લંબાવવાની માંગણી કરી છે. હવામાન સૂત્રોના કહેવા પ્રમાણે ફાનીની ઝડપ એક કલાકમાં 175 થી 185 કિલોમીટરની આસપાસ દર કલાકની હશે જે 205 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.

ફાનીની ગંભીરતા જોતા ઓરિસ્સામાં હાઇ એલર્ટ જાહેર કરી શાળા-કોલેજોમાં 2 મે સુધી રજા જાહેર કરી દેવાઇ છે. ભારતીય હવામાન વિભાગએ ઓરિસ્સા માટે ‘યલો વોર્નિંગ’ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની તરફથી માછીમારોને 4 મે સુધી ઊંડા દરિયામાં ન જવા ચેતવણી આપી છે. આ સમયે દરિયો ખૂબ જ ખતરનાક થવાની આશંકા છે.

હવામાન વિભાગે કહ્યું કે હાલ ચક્કવાત ‘ફાની’ પૂરી (ઓરિસ્સા)ના 760 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)ના 560 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ તથા ત્રિણકોમલીના 660 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (શ્રીલંકા)માં છે.