IND vs SA/ જોહાનિસબર્ગનાં ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં કોહલી બનાવી શકે છે વિરાટ રેકોર્ડ

જોહાનિસબર્ગનાં ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. 1992 થી રમાયેલી 5 મેચોમાંથી ભારતે બે મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.

Sports
વિરાટ કોહલી

ભારતીય ટીમ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગનાં ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ રમશે. સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટમાં 113 રને શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવા ઈચ્છી રહી છે.

આ પણ વાંચો – OMG! / સર્જરી બાદ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે વ્હીલચેરમાં બેસી માણી ક્રિકેટની મજા

જોહાનિસબર્ગનાં ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. 1992 થી રમાયેલી 5 મેચોમાંથી ભારતે બે મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. જોહાનિસબર્ગ મેદાન પર રમાનાર બીજી ટેસ્ટ દરમ્યાન તમામની નજર ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં કોહલીનું બેટ ઘણું બોલે છે. કોહલી પાસે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની તક છે. ટેસ્ટ ક્રિકેટમાં જોહાનિસબર્ગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી બીજા ક્રમે છે. તેણે આ મેદાન પર અત્યાર સુધીમાં 310 રન બનાવ્યા છે. તેનાથી આગળ ન્યૂઝીલેન્ડનાં જોન રીડ છે, જેમના નામે આ મેદાન પર બે ટેસ્ટમાં 316 રન છે. જોહાનિસબર્ગમાં કોહલીનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર છે. તેણે પોતાના બેટથી બે ટેસ્ટ મેચમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જોહાનિસબર્ગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં રિકી પોન્ટિંગ 263, ભારતનાં રાહુલ દ્રવિડ 262 અને ડેમિયન માર્ટિન 255 રન સાથે કોહલીથી પાછળ છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ક્રિકેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ

33 વર્ષીય કોહલી છેલ્લા બે વર્ષથી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી અને જોહાનિસબર્ગમાં તેની સદીનાં દુષ્કાળને સમાપ્ત કરવાની આ તેની તક હશે. કોહલીનાં બેટમાંથી છેલ્લી ટેસ્ટ સદી 2019માં નંબર પર આવી હતી. તેના સિવાય ચેતેશ્વર પુજારાનો પણ જોહાનિસબર્ગમાં શાનદાર રેકોર્ડ છે અને તેણે આ મેદાન પર એક સદી અને બે અડધી સદીની મદદથી 229 રન બનાવ્યા છે. ડિસેમ્બર 2006માં જોહાનિસબર્ગનાં ધ વેન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ભારતે ટેસ્ટ મેચ 123 રને જીતી હતી. આ પછી વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાની મુલાકાત પણ લીધી હતી. આ દરમ્યાન ભારતે આ મેદાન પર 63 રનથી જીત મેળવી હતી.