Not Set/ ICC World Cup : ટૂર્નામેન્ટની ટોપ ટીમ ઓસ્ટ્રેલિયા સાથે આજે ન્યૂઝીલેન્ડનો મુકાબલો નહી રહે આસાન

આઈસીસી વિશ્વકપ 2019માં આજે લોડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડથી થવાનો છે. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમીફાઈનલમાં પહોચી ગયુ છે, તો ન્યૂઝીલેન્ડ આ મેચ જીત સેમીફીનલમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે. જો કે આ મેચ ન્યૂઝીલેન્ડ માટે એટલી આસાન રહેશે નહી. ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ આ વિશ્વકપમાં તેની અત્યાર સુધીની જીતનું સૌથી મોટુ કારણ રહ્યુ છે. ન્યૂઝીલેન્ડનાં […]

Top Stories Sports
28 06 2019 nz vs aus new 19352793 ICC World Cup : ટૂર્નામેન્ટની ટોપ ટીમ ઓસ્ટ્રેલિયા સાથે આજે ન્યૂઝીલેન્ડનો મુકાબલો નહી રહે આસાન

આઈસીસી વિશ્વકપ 2019માં આજે લોડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડથી થવાનો છે. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમીફાઈનલમાં પહોચી ગયુ છે, તો ન્યૂઝીલેન્ડ આ મેચ જીત સેમીફીનલમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે. જો કે આ મેચ ન્યૂઝીલેન્ડ માટે એટલી આસાન રહેશે નહી. ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ આ વિશ્વકપમાં તેની અત્યાર સુધીની જીતનું સૌથી મોટુ કારણ રહ્યુ છે. ન્યૂઝીલેન્ડનાં લોકી ફર્ગ્યૂસને છ મેચોમાં 15 વિકેટો પોતાના નામે કરી છે. તેમનો મુખ્ય બોલર ટ્રેન્ટ બોલ્ટ ભલે વિકેટની બાબતે પાછળ છે પરંતુ તે ઓછા રન ખર્ચ કરી પોતાનું યોગદાન આપે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઓસ્ટ્રેલિયા વિશ્વકપ 2019ની સૌથી મજબૂત ટીમ બનીને સામે આવી છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તેમના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ત્યારે તેમને રોકવાની જવાબદારી પણ ન્યૂઝીલેન્ડનાં આ બંન્ને બોલરો પર જ રહેશે. ન્યૂઝીલેન્ડની બેટિંગની વાત કરીએ તો કેપ્ટન કેન વિલિયમસન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે ઘણી વખતે ટીમને મુસિબતથી બહાર નિકળવામાં મદદ કરી છે. સાથે રોસ ટેલર પણ પોતાના અનુભવને બતાવતા સારી બેટિંગ કરી રહ્યો છે.

આપને યાદ હશે કે ગત મેચમાં ન્યૂઝીલેન્ડનાં આ બે બેટ્સમેન કોઇ ખાસ યોગદાન ન આપી શક્યા પરંતુ જિમ્મી નીશમ અને કોલિન ડી ગ્રેડહોમએ સારી બેટિંગ કરી ટીમની ઈંનિગ્સને સંભાળી હતી અને એક સમ્માનજનક સ્કોર આપ્યો હતો. નીશમે મેચમાં 97 રન બનાવ્યા હતા. વળી બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમની બેટિંગ અને બોલિંગ બંન્ને મજબૂત પણ છે અને હાલમાં ફોર્મમાં પણ દેખાઇ રહી છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં મિશેલ સ્ટાર્ક શું કરી શકે છે તે આ ટૂર્નામેન્ટમાં તે બતાવી ચુક્યો છે. ઘણીવાર તેણે ટીમને હારથી બચાવી છે. પેટ કમિંસ, જેસન બેહરનડોર્ફે પણ તેનો સારો સાથ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં જીત મેળવી પોતાના સ્થાનને વધુ મજબૂત કરવા માંગશે, વળી ન્યૂઝીલેન્ડ બે પોઇન્ટ લઇને પહેલા સ્થાને પહોચવા માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.