Joonagadh-Bribe/ જૂનાગઢના લાંચિયા પોલીસ અધિકારીઓને તોડપાણી મોંઘા પડ્યા

જૂનાગઢ પોલીસને ઉઘરાણુ કરવું મોંઘુ પડી ગયું છે. જુગાર ડ્રાઇવના સંદેશાને ખોટો આધાર બનાવી અને તેના આધારે ખોટો રેકોર્ડ ઊભો કરી તેના આધારે ખોટી નોટિસો કાઢીને તોડપાણી કરવાનો જૂનાગઢ પોલીસના ત્રણ અધિકારીઓનો કીમિયો કારગત નીવડ્યો ન હતો.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 2024 01 26T172503.914 જૂનાગઢના લાંચિયા પોલીસ અધિકારીઓને તોડપાણી મોંઘા પડ્યા

જૂનાગઢઃ જૂનાગઢ પોલીસને ઉઘરાણુ કરવું મોંઘુ પડી ગયું છે. જુગાર ડ્રાઇવના સંદેશાને ખોટો આધાર બનાવી અને તેના આધારે ખોટો રેકોર્ડ ઊભો કરી તેના આધારે ખોટી નોટિસો કાઢીને તોડપાણી કરવાનો જૂનાગઢ પોલીસના ત્રણ અધિકારીઓનો કીમિયો કારગત નીવડ્યો ન હતો. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, અરવિંદ ગોહિલ અને SOG ASI દીપક જાની સામે આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢના લાંચિયા પોલીસ અધિકારીઓએ કેરળના અરજદારનું ખાતુ ફ્રીઝ કરાવીને તેની પાસે 25 લાખ રૂપિયા જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની પાસેથી ખાતાને અનફ્રીઝ કરવા 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ માટે એસઓજી પીઆઇ અરવિંદ ગોહિલ, પીઆઈ તરલ ભટ્ટ અને એસઓજી એએસઆઇ દીપક જાની સામે ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ પોલીસના આ લાંચિયા કર્મચારીઓએ જૂનાગઢ પોલીસ પર કલંક લગાવી દીધું છે.

PI Gohil જૂનાગઢના લાંચિયા પોલીસ અધિકારીઓને તોડપાણી મોંઘા પડ્યા

તેમા પણ પીએસઆઇ તરલ ભટ્ટની તો માંડ છ મહિના પહેલા જ અમદાવાદથી બદલી થઈ છે. તેઓ જૂનાગઢમાં આવ્યા તે પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા હતા. તેમા પણ પીઆઇ તરલ  ભટ્ટ 2000 કરોડના સટ્ટાકાંડમાં બદનામ થયેલા છે. તેઓની સાથે પીસીબીની ટીમે અમદાવાદમાં માધુપુરામાં 2000 કરોડના સટ્ટાકાંડમાં દરોડો પાડ્યો હતો. તેમા બે આરોપીઓ પકડ્યા હતા અને બીજા આરોપીઓને ગુજરાત બહારથી પણ પકડ્યા હતા. પણ પીસીબી દ્વારા ચાલતી તપાસ શંકાસ્પદ લાગતા પોલીસ વડા વિકાસ સહાયે બે હજાર કરોડના સટ્ટાકાંડની તપાસ તેમના નેજા હેઠળની સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી હતી. તેના પગલે બીજા કર્મચારીઓની સાથે પીઆઇ તરલ ભટ્ટ ડીજીપીના રડારમાં હતા. આ સટ્ટાકાંડમાં તેમની ભૂમિકા શંકાસ્પદ લાગતા ડીજીપી વિકાસ સહાયે તેમની તાત્કાલિક અસરથી જૂનાગઢ બદલી કરી હતી. પણ બદલી થવાથી લખ્ખણ થોડા બદલાય. જૂનાગઢમાં પણ તરલ ભટ્ટ છેવટે તેમના લખ્ખણ ઝળકાવીને જ રહ્યા.

ASI DeepakJani જૂનાગઢના લાંચિયા પોલીસ અધિકારીઓને તોડપાણી મોંઘા પડ્યા

હાથમાં આવેલો બકરો જવા દેવાનો ન હોય તેમ આ ત્રિપુટીએ અરજદારને ઇડીની પણ ધમકી આપી હતી. છેવટે પાપ છૂપુ રહે. આ પાપ છાપરે ચઢીને પોકારતા જૂનાગઢના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો છેવટે આઇજી નિલેશ ઝાંઝડિયા સુધી પહોંચ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને આઇજી નિલેશ ઝઝડીયાએ બી આઇ ગોહિલ અને એ એસ આઇને સસ્પેન્ડ કર્યા હતા. પ્રજાના સેવક બનીને કામગીરી બજાવવાના બદલે પ્રજાને હેરાન કરવાની પોલીસની આ વૃત્તિને ચોમેર ટીકા થઈ રહી છે. વડાપ્રધાન પોતે પોતાને પ્રધાન સેવક કહેવડાવે છે ત્યારે પોલીસ રક્ષક બનવાના બદલે ભક્ષકની ભૂમિકામાં ઉતરી આવી છે.   આ તોડપાણીના કેસમાં છેવટે બે પીઆઇ અને એક એએસઆઇ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. આના પગલે આગામી સમયમાં ત્રણેય પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ