Not Set/ ગોવામાં નાઇટ કર્ફ્યુ, બાર અને કેસિનો અડધી ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

સમગ્ર દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા આ કેસો ને લીધે અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે .તેવામાં  ગોવા માં પણ કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગોવામાં સરકારે નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. જેમાં  રાત્રે 10 થી  સવારના  6 સુધી ચાલુ રહેશે. જો કે સરકારે કહ્યું છે કે 50 ટકાની ક્ષમતા […]

Top Stories India
Untitled 261 ગોવામાં નાઇટ કર્ફ્યુ, બાર અને કેસિનો અડધી ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

સમગ્ર દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા આ કેસો ને લીધે અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે .તેવામાં  ગોવા માં પણ કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગોવામાં સરકારે નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. જેમાં  રાત્રે 10 થી  સવારના  6 સુધી ચાલુ રહેશે. જો કે સરકારે કહ્યું છે કે 50 ટકાની ક્ષમતા સાથે કસિનો, રેસ્ટોરન્ટ,બાર, સિનેમાહોલ ચાલુ રહેશે. આ માહિતી આપતાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવામાં કોવિડ -19 કેસને અંકુશમાં રાખવા માટે નાઇટ કર્ફ્યુ 21 થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

આજે ગોવાના પૂર્વ પ્રધાન સોમનાથ જુવરકરનું મોત કોરોનાને કારણે થયું હતું. તેમના પરિવારના સૂત્રોએ આ માહિતી આપી હતી. જુવારકર 74 વર્ષના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જુવાકરને કોરોના વાયરસથી ચેપ લાગતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

જુવારકરે કોંગ્રેસની ટિકિટ પર 1989 થી 2002 દરમિયાન પનાજી નજીક તાલિગાઓ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જુવરકર રાજ્યમાં પ્રતાપસિંહ રાણે અને ફ્રાન્સિસ્કો સાર્દિન્હાની આગેવાનીવાળી સરકારોમાં નાગરિક પુરવઠા, સહકારી અને પરિવહન પ્રધાન તરીકે રહ્યા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2,95,041 નવા કેસ આવ્યા, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને એક કરોડ 56 લાખ 16 હજાર 130 થઈ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા વધીને 21,57,538 થઈ છે. બીજી તરફ, રેકોર્ડ 1,67,457 દર્દીઓ સ્વસ્થ થયા છે, જેમાં કોરોનાને અત્યાર સુધી પરાજિત 1,32,76,039 લોકોનો સમાવેશ થાય છે. તે જ સમયગાળામાં 2023 વધુ દર્દીઓનાં મોત સાથે, આ રોગથી મૃત્યુઆંક વધીને 1,82,553 થઈ ગયો છે.