રાજકોટ/ ઢોર સાથે બેફામ બનેલા ઢોરમાલિક, રખડતા ઢોર પકડવા વાળા કર્મચારીઓ પર કેમિકલ હુમલો

રાજકોટ ખાતે ઢોરની સાથે તેના માલિકો પણ બેફામ બન્યા છે. અને ઢોર પકડવાની  કામગીરી કરતાં કર્મચારીઓ ઉપર હુમલો કર્યો છે. જો કે રાજકોટ માં આ હુમલાની ઘટના પહેલી નથી. ભૂતકાળમાં પણ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતાં લોકો પર હુમલાના બનાવો બન્યા છે. 

Top Stories Rajkot
Untitled.png 123 1 ઢોર સાથે બેફામ બનેલા ઢોરમાલિક, રખડતા ઢોર પકડવા વાળા કર્મચારીઓ પર કેમિકલ હુમલો

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અને રાજી સરકાર દ્વારા પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે ઢોરની સાથે તેના માલિકો પણ બેફામ બન્યા છે. અને ઢોર પકડવાની  કામગીરી કરતાં કર્મચારીઓ ઉપર હુમલો કર્યો છે. જો કે રાજકોટ માં આ હુમલાની ઘટના પહેલી નથી. ભૂતકાળમાં પણ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતાં લોકો પર હુમલાના બનાવો બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ખાતે ઢોર પકડવાની ટિમના કર્મચારી ઉપર કેમિકલ હુમલો કરવામાં આવ્યો છે. ઢોર પકડવા વાળા કર્મચારીઓ પર કેમિકલથી હુમલો કરવામાં આવ્યો છે. રાજકોટના અમુલ સર્કલ નજીક કર્મચારીઓ ધોરણે પકડી રહ્યા હતા ત્યારે તેમની ઉપર કેમિકલ હુમલો થયો હતો. 2 કર્મચારીઓ ઉપર જલદ કેમિકલ નાખવામાં આવ્યું હતું.

ઢોર પકડવા માટે નીકળેલી ટિમના ડ્રાઈવર, અને ઢોરપકડવા વાળા કર્મી પર કેમિકલ ફેંકવામાં આવ્યું હતું. 2 અજાણ્યા યુવાનો દ્વારા કેમિકલ નાખવામાં આવ્યુ હતું.  વહેલી સવારે  4:50 થી 5 વાગ્યાંની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. કર્મીઓના આંખ ઉપર કેમિકલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો.  બંને ઘાયલ કર્મીઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  છે. બંને કર્મચારીઓની આંખમાં સોજો આવ્યો  છે. બને કર્મચારીઓની સ્થિતિ સામાન્ય છે. પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી  છે.

અત્રે નોધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતા ઢોરને  કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.  તો સાથે કેટલાક કેસમાં અકસ્માતમાં વાહન ચાલકોના મોત પણ થયા છે. હાલમાં જ ભાવનગરના ગારીયાધારના રહેવાસી બાબુભાઇ મકવાણાના પુત્ર ભાવેશભાઈનું ખુટીયાની અડફેટે આવતા અવસાન થયું હતું. બાબુભાઈના પુત્ર ભાવેશભાઈ રક્ષાબંધન મનાવીને પરત ફરતા ત્યારે ખુટીયાની અડફેટે આવી જતાં મોત થયું હતું. વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે પણ થોડા દિવસ અગાઉ રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે નીચે પટકાયેલા જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આપણાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ કડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન અચાનક આવેલી ગાયે અડફેટે લીધા હતા અને પગમાં ઇજા પહોચી હતી. તો થોડા દિવસ અગાઉ  પોરબંદર ખાતે પણ મુખ્યમંત્રી ના કાફલામાં ગાય ધસી આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ના હતી.