ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક છે તેમ તેમ પક્ષોમાં રહેલા આંતરીક વિવાદો સામે આવી રહ્યાં છે. પાટીદારોએ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્તિ કરી છે તોો બીજી તરફ પાટીદારો તરફથી કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાસ અને કોંગ્રેસ વચ્ચે જે વિવાદ સર્જાયો છે તેને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસેે પાસને પોતાનો હાથો બનાવ્યો છે, તો આ સાથે કોંગ્રેસે પાસના આગેવાનોને ભાવ સુદ્ધા આપ્યો નથી. કોંગ્રેસમાં ટિકીટ માટે આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસ અને પાસની પોલ ખુલી છે, જે નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણઆવ્યું હતું.
