રાજ્યમાં ફરી એક વાર દુષ્કર્મની ઘટના બની છે. ફરી એક વાર એક માતાની દીકરીની આબરૂને હવામાં ઉડાવી દેવામાં આવી છે.આ વખતે દુષ્કર્મ બન્યું છે વાંકાનેરમાં. વાંકાનેરમાં એક સગીરા સાથે તેનાજ કાકાએ દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
સમગ્ર માહિતી એવી છે કે વાંકાનેર પંથકમાં રહેતા પરપ્રાંતીય પરિવારની સગીરા સાથે તેના કાકાએ જ દુષ્કર્મ આચરીને સગીરાને ગર્ભવતી બનાવી હોય જેને બાળકીને જન્મ આપતા દુષ્કર્મનો ગુન્હો નોંધાયો હતો જે ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો છે.
વાંકાનેર પંથકમાં રહીને કામ કરતા મધ્યપ્રદેશના પરિવારની ૧૫ વર્ષ અને ૫ માસની સગીર દીકરી સાથે તેને કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જે બનાવમાં આરોપી કિરણે બાળકીના ભોળપણનો લાભ ઉઠાવીને અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે સગીરા ગભવતી બની હતી અને ગત તા. ૨૬ ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો ત્યારે શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું.
અને કાકાની કરતુત સામે આવતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેથી વાંકાનેર સીટી પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમ ચલાવતી હોય આરોપી કિરણ નામના શખ્શને દબોચી લઈને આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો છે.
