બેઠક/ મહા વિકાસ અઘાડી સરકારમાં બધું બરાબર ? શરદ પવાર ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના ઘરે પહોંચ્યા

આ બેઠકમાં ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ, કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આહવાડ અને કેટલાક અન્ય પ્રધાનો પણ હાજર છે.

India

શું મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર હેઠળ બધુ બરાબર ચાલી રહ્યું છે? સરકારમાં સામેલ કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓનાં નિવેદનો બાદ તાજેતરનાં દિવસોમાં ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે કદાચ રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારમાં બધુ બરાબર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ કંઈક બીજું ચાલી રહ્યું છે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતને મળ્યાના  એક દિવસ બાદ મંગળવારે એનસીપી નેતા શરદ પવાર   મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના બંગલા પર પહોંચ્યા હતા.  ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ, કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આહવાડ અને કેટલાક અન્ય પ્રધાનો પણ હાજર છે.

આના પહેલા શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદમાં બેઠક થઈ હતી, ત્યારબાદ એવું કહેવાતું હતું કે એનસીપી અને ભાજપ એક બીજાની નજીક આવી રહ્યા છે. એ જ રીતે, જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે તાજેતરમાં સંજય રાઉતે એક વાતચીતમાં પણ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે મજબૂત સંબંધ છે.

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે અલગથી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે સંજય રાઉતની બેઠક અધિકારીના નિવાસસ્થાન ‘વર્ષા’ પર લગભગ 2 કલાક સુધી ચાલી હતી.