SVPI Airport/ અમદાવાદીઓ માટે દિવાળીની રજાઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ફલાઈટ સુવિધા વધી

સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન માટેના નવા લક્ષ્યોની જાહેરાત કરવામાં આવી. એરલાઈન્સ કંપનીઓના આ નિર્ણયથી યાત્રિકો અને કંપની બંનેને લાભ થશે.

Gujarat
YouTube Thumbnail 107 અમદાવાદીઓ માટે દિવાળીની રજાઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ફલાઈટ સુવિધા વધી

અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટ પરથી નવા લક્ષ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે યાત્રિકોની સુવિધામાં વધારો થશે. એસવીપીઆઈ એરપોર્ટ 7 એરલાઈન્સ સાથે 39 ઘરેલુ અને 18 એરલાઈન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ કર્યુ છે. વિમાની ઉડાનનું નવું શેડયુલ 29 ઓક્ટોબરથી જ લાગુ થઈ ગયું છે.

યાત્રિકો અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગોવા, આગ્રા, જેસલમેર, પોર્ટબ્લેર અને દીવ જેવા સ્થાન પર જઈ શકશે. સામાન્ય રીતે રજાઓ ગાળવા ગોવા અને દિવ જેવા સ્થળો પ્રવાસીઓના મનપસંદ સ્થાન છે. પરંતુ અમદાવાદીઓ વધુ સમય થવાના કારણે આ સ્થાનો પર મુલાકાત લેવાનું કેટલીક વખત ટાળે છે. યાત્રિકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન માટેના નવા લક્ષ્યોની જાહેરાત કરવામાં આવી. એરલાઈન્સ કંપનીઓના આ નિર્ણયથી યાત્રિકો અને કંપની બંનેને લાભ થશે.

સરદાર વલ્લભાઈ એરપોર્ટ પરથી અમદાવાદી યાત્રિકો માટે ઇન્ડિગો એરલાઈન્સે આ સ્થાનો પર દૈનિક સીધી ફલાઈટ શરૂ કરી. આ ફલાઈટ સુવિધાના કારણે પ્રવાસીઓ ગોવા અને દિવના સમુદ્ર કિનારાના દ્રશ્યોનો આનંદ લઈ શકશે. તો તાજમહલ અને જેસલમેરના રાજમહેલ જેવા ઐતિહાસિક આકર્ષણની મુલાકાત લઈ રજાનો આનંદ લઈ શકશે.

ઈન્ડિગો એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી દીવ અને જૈસલમેર માટે દૈનિક સીધી ફ્લાઇટ શરૂ કરી દીધી છે. સાથે અમદાવાદીઓ સમયની બચત કરતા દુનિયામાં પ્રસિદ્ધ એવા તાજ મહેલની મુલાકાત લઈ શકે માટે અમદાવાદથી આગ્રા સીધી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આગામી સમયમાં એલાયન્સ એર પણ ઇન્દોર માટે પણ સીધી ફલાઈટની સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

સ્પાઈસ જેટે અમદાવાદથી ચેન્નાઈની સીધી દૈનિક ફલાઈટ શરૂ કરતા ઓછા સમયમાં પોર્ટ બ્લેર જવા માંગતા યુવાનોના આનંદમાં વધારો થયો છે. સ્થાનિક ફલાઈટની સુવિધામાં વધારો થવા સાથે સ્પાઈસ જેટ દ્વારા દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય સ્થળ માટે સીધી ફલાઈટ સાપ્તાહિક 7થી વધારીને 9કરી છે. તહેવારની રજાઓને ધ્યાનમાં રાખી એસવીપીઆઇએ નવા લક્ષ્યો માટે બુંકિગ ઓપ્શન શરૂ થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદીઓ માટે દિવાળીની રજાઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ફલાઈટ સુવિધા વધી


આ પણ વાંચો : રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવા રાજકોટ મ્યુનિ.નો દારોમદાર 950 સીસીટીવી કેમેરા પર

આ પણ વાંચો : Phone Hacking/ વિપક્ષી નેતાઓના ફોન હેકના દાવા પર ભાજપે કહ્યું-‘જાઓ FIR નોંધાવો’

આ પણ વાંચો : PM Modi-Terrorism/ આતંકવાદીઓ માટે અડધી રાતે કોર્ટના દરવાજા ખોલાવનારાઓ દેશનું શું ભલું કરી શકવાનાઃ મોદી