રાજકોટ/ ગોંડલ ચોકડી રવિવારથી એક વર્ષ માટે બંધ કરાશે, ટ્રાફિક બે રસ્તે ડાયવર્ટ કરાશે

ગોંડલ ચોકડી પર નિર્માણ થનારા આ એલીવેટેડ ફલાય ઓવરબ્રીજની ડીઝાઈન તૈયાર થઈ ગઈ છે. અંદાજે 90 કરોડના ખર્ચે 1.20 કિમીનો સિક્સલેન ફ્લાયઓવર તૈયાર થવાનો છે.

Gujarat Rajkot
Untitled 160 ગોંડલ ચોકડી રવિવારથી એક વર્ષ માટે બંધ કરાશે, ટ્રાફિક બે રસ્તે ડાયવર્ટ કરાશે

રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ સિક્સલેન ફ્લાયઓવર બનાવવા માટે ગોંડલ ચોકડીનો રોડ રવિવારથી બંધ કરવામાં  આવશે . આ રોડ એક વર્ષ સુધી બંધ રાખશે. આ માટે વાહનોને બે રોડ ઉપર ડાયવર્ટ કરવામાં  આવશે . જે મના માટે સાંજે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળવાની છે. સાથે સતાવર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે .

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં વસ્તી અને વિસ્તારોમાં સતત થતા રહેતા વધારાના પગલે રાજમાર્ગો પર ટ્રાફિકનું સતત ભારણ વધી રહ્યું છે. જેમાં ગોંડલ રોડની ટ્રાફિક સમસ્યા સતત વકરી રહી છે. આ સંજોગોમાં શહેરની ગોંડલ ચોકડી પર ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેની સાથોસાથ લોકોની સુવિધામાં વધારો થાય તે માટે એલીવેટેડ ફલાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો ;નવરાત્રી બગડશે કે શું? / અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો

ગોંડલ ચોકડી પર નિર્માણ થનારા આ એલીવેટેડ ફલાય ઓવરબ્રીજની ડીઝાઈન તૈયાર થઈ ગઈ છે. અંદાજે 90 કરોડના ખર્ચે 1.20 કિમીનો સિક્સલેન ફ્લાયઓવર તૈયાર થવાનો છે. આ કામગીરી નેશનલ હાઇવે ઓથીરિટી દ્વારા કરવામાં આવી રહી છે. આ ફ્લાય ઓવરનું કામ શરૂ કરવા માટે ગોંડલ ચોકડીનો રોડ ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે.આ રોડ અંદાજે એક વર્ષ સુધી બંધ રહેશે.

ગોંડલ ચોકડી રોડ અત્યંત ધમધમતો રહેતો હોય હવે એક વર્ષ સુધી ત્યાંના વાહનોને બીજા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવનાર છે. આ માટે બે રસ્તા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભારે વાહનોને કોરાટ ચોકથી ઘંટેશ્વર સુધીના રિંગ રોડ-2 પરથી તેમજ ટુ-વહીલર તથા થ્રિ વહીલર વાહનોને ખોડિયાર પોલીસ ચોકીની બાજુથી પસાર થતા પુનિતનગર મેઈન રોડથી પસાર થવા આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ બપોરના સમયે સતાવર જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. જેની અમલવારી તા.10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી રહેશે તેમ જણાવાયું છે. વધુમાં ટ્રાફિક નિયંત્રણ રહે તે માટે ભારે અને હળવા બન્ને વાહનો માટે અલગ અલગ રોડ નક્કી કરવામાં આવ્યા છે. વધુમાં પોલીસ અને ઇમરજન્સી વાહનોને બન્ને રસ્તે છૂટ આપવામાં આવી છે. આ રસ્તાઓ ઉપર લગત દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવા નેશનલ હાઇવે ઓથોરિટીને સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો;ગુજરાત /  આ બીચને પણ સતત બીજા વર્ષે પણ મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ