Not Set/ આચાર્ય દ્વારા નવતર પ્રયોગ હરતુફરતું પુસ્તકાલય, બાળકો વળ્યાં વાંચન તરફ

ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો હવે વાંચન અને લેખનની પ્રવૃતિથી દૂર થતા ગયા છે.  ત્યારે આવા બાળકોને વાંચન તરફ ફરીએકવાર વાળવા માટે જેતપુર જિલ્લામાં આવેલા  ગુંદાળા ગામ ની પ્રાથમિક શાળાના આચાર્ય સંજય વેકરીયાએ નવતર પ્રયોગ કર્યો છે.

Gujarat Others
jetpur આચાર્ય દ્વારા નવતર પ્રયોગ હરતુફરતું પુસ્તકાલય, બાળકો વળ્યાં વાંચન તરફ

મોબાઈલ અને ઈન્ટરનેટના સમયમાં બાળકોમાં વાંચન પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે ગુંદાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ  હરતું ફરતુ પુસ્તકાલય બનાવ્યું છે. જેને લઈને બાળકો વાંચતા થયા છે.

jetpur 1 આચાર્ય દ્વારા નવતર પ્રયોગ હરતુફરતું પુસ્તકાલય, બાળકો વળ્યાં વાંચન તરફ

વાલીઓએ આવકાર્યો પ્રયાસ

કોરોના કાળને લઈને તમામ શાળા કોલેજો બંધ છે.  જેને લઈને બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો હવે વાંચન અને લેખનની પ્રવૃતિથી દૂર થતા ગયા છે.  ત્યારે આવા બાળકોને વાંચન તરફ ફરીએકવાર વાળવા માટે જેતપુર જિલ્લામાં આવેલા  ગુંદાળા ગામ ની પ્રાથમિક શાળાના આચાર્ય સંજય વેકરીયાએ નવતર પ્રયોગ કર્યો છે. મોબાઈલ અને ઈન્ટરનેટ ઉપર સતત લાગેલા બાળકો માટે હરતુફરતું પુસ્તકાલય શરૂ કર્યું છે.

jetpur 2 આચાર્ય દ્વારા નવતર પ્રયોગ હરતુફરતું પુસ્તકાલય, બાળકો વળ્યાં વાંચન તરફ

મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ના આચાર્યે હરતું ફરતું પુસ્તકાલય શરૂ કર્યું છે.  વિદ્યાર્થીઓના ઘરે જઈ જઈને શાળાની લાઈબ્રેરીના પુસ્તકો વિદ્યાર્થીને આપ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓએ પણ આ કામગીરીને આવકારી છે. વાલીઓ પણ પોતાના બાળકો સાથે અલગ-અલગ પુસ્તકો વાંચી  રહ્યાં છે.  બાળકોને પુસ્તક વંચાઈ ગયા બાદ પુસ્તકની સમક્ષાનો વીડિયો આચાર્યને મોકલતા હોય છે.  જેથી કરીને વિદ્યાથીએ પુસ્તકનું વાંચન કર્યું તેનો ખ્યાલ આવી જાય છે.

jetpur 3 આચાર્ય દ્વારા નવતર પ્રયોગ હરતુફરતું પુસ્તકાલય, બાળકો વળ્યાં વાંચન તરફ

વિધાર્થીઓ પોતના નવરાશના સમયમાં આચાર્ય દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વાંચે છે.  આચાર્યના આ વિચારથી મોબાઈલ અને ઈન્ટનેટની દુનિયામાં રહેતા બાળકો પુસ્તકો વાંચી ગેઝટની દુનિયામાંથી બહાર આવ્યાં છે.