Not Set/ સુરતમાં આટલા TBના દર્દીઓને CR પાટીલે લીધા દત્તક, આ રીતે કરશે મદદ

સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેથી હવે દર્દીએને રોજબરોજની જરૂરિયાતોની ચીજ વસ્તુઓ આપવામાં આવશે.

Gujarat Surat
TBના
  • CR પાટીલએ કર્યુ સરાહનીય કાર્ય
  • સુરતમાં 100 TBના દર્દીને CR પાટીલે લીધા દત્તક
  • CR પાટીલના જન્મ દિવસ નિમિત્તે લેવાયા દત્તક
  • સિવિલ હોસ્પિ.ના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો કાર્યક્રમ
  • દર્દીને રોજબરોજની જરૂરિયાતોની વસ્તુઓ અપાશે

ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક સરાહનીય કાર્ય કર્યુ છે. જેમાં તેઓએ સુરતમાં 100 TBના દર્દીનઓને દત્તક લીધા છે. CR પાટીલે તેમના જન્મ દિવસ નિમિત્તે TBના દર્દીઓને દત્તક લેવાનુ કાર્ય કર્યુ છે.આ અંગે સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેથી હવે દર્દીએને રોજબરોજની જરૂરિયાતોની ચીજ વસ્તુઓ આપવામાં આવશે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં TBના દર્દીઓને સરકારની દરમહિને જે 500 રુપિયાની મદદ મળે છે તે સિવાયની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર અને દાતાઓના સહકારથી આજે સુરતના TBના દર્દીઓને નવી કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે CR પાટીલે 100દર્દીઓને દત્તક લીધા હતા. અને જણાવ્યું કે પહેલા TBના દર્દીઓ સાથે આભડછેટ રખાતી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના 8 હજાર દર્દીઓને TB મુક્ત કરીએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે દર્દીઓને નવી કીટ આપીને સરકારનો TB નાબૂદીનો જે પ્રયાસ છે તેમાં સહાયભૂત થવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

ગુજરાતમાં ટીબીના કેસ

વર્ષ                  કેસ
2014            93074
2015            109828
2016             126665

આ પણ વાંચો :જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ

આ પણ વાંચો :દ્વારકામાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ધુળેટીની ઉજવણી બની કરુણાંતિકા

આ પણ વાંચો : ઇ-ચલણ પ્રોજેક્ટ ખોટમાં, છેલ્લા બે વર્ષમાં આટલા કરોડ રૂપિયા બાકી છે

આ પણ વાંચો : હોળી પર્વે ડાકોરમાં 3 લાખથી વધુ શ્રદ્વાળુઓએ ઠાકોરજીના કર્યા દર્શન,માનવ મહેરામણ ઉમટયું