Not Set/ OTT પ્લેટફોર્મ સહિતની ઓનલાઇન કન્ટેન્ટ પર સરકારની રહેશે નજર

ડિજિટલ મીડિયા તેમજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની સંખ્યા સમગ્ર વિશ્વમાં તેમજ દેશમાં ઝડપી ગતિએ વધી રહી છે. અને આવી સ્થિતિમાં તેમના વિશે નિયમો અને રેગ્યુલેશનની વાતો સતત ઉઠતી રહે છે અને હવે ભારત સરકારે આ દિશામાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બુધવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B મંત્રાલય) નાં કાર્યક્ષેત્ર હેઠળ ડિજિટલ અને ઓનલાઇન મીડિયા […]

Top Stories Tech & Auto
asdq 28 OTT પ્લેટફોર્મ સહિતની ઓનલાઇન કન્ટેન્ટ પર સરકારની રહેશે નજર

ડિજિટલ મીડિયા તેમજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની સંખ્યા સમગ્ર વિશ્વમાં તેમજ દેશમાં ઝડપી ગતિએ વધી રહી છે. અને આવી સ્થિતિમાં તેમના વિશે નિયમો અને રેગ્યુલેશનની વાતો સતત ઉઠતી રહે છે અને હવે ભારત સરકારે આ દિશામાં મોટો નિર્ણય લીધો છે.

OTT प्लेटफॉर्म और डिजिटल मीडिया अब होंगे सूचना मंत्रालय के नियंत्रण में - OTT Platforms And Digital Media Will Now Be Under The Control Of Ministry Of Information: NewsPR Today

કેન્દ્ર સરકારે બુધવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B મંત્રાલય) નાં કાર્યક્ષેત્ર હેઠળ ડિજિટલ અને ઓનલાઇન મીડિયા તેમજ સમાચાર અને વર્તમાન બાબતોની સામગ્રીને સમાવવાનો આદેશ આપ્યો છે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે ડિજિટલ સ્ટ્રીમિંગ મીડિયા પ્લેટફોર્મ્સ (ઓટીટી પ્લેટફોર્મ) જેમ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની + હોટસ્ટાર હવે કેન્દ્ર સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કાર્યક્ષેત્ર હેઠળ આવશે.

Canada's Best Jobs 2018 - Top 25 Best Jobs - Canadian Business

તે દરમિયાન, હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે સેન્સરશીપનાં સંદર્ભમાં, આ ઓટીટી પ્લેટફોર્મ્સ અને ડિજિટલ ન્યૂઝ મીડિયાને આ પગલાઓ કેવી અસર કરશે તેના પર કોઈ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. પરંતુ શક્યતા એ છે કે આ સ્ટ્રીમિંગ સાઇટ્સ પરની કન્ટેન્ટને ‘સેન્સર બોર્ડ’ હેઠળ પણ લાવી શકાય છે. પરંતુ આ સરળ રહેશે નહીં, કારણ કે મોટાભાગનાં ઓટીટી પ્લેટફોર્મ દેશમાં તેમના કન્ટેન્ટને અપલોડ કરતા નથી.

Do Applicants lack skills or Experience? -

નિષ્ણાંતોનાં મતે, આ પગલું કેન્દ્ર સરકારને ઓટીટી પ્લેટફોર્મ માટે નીતિઓ વગેરે ઘડવામાં મદદરૂપ થશે અને હવેથી ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયાની જેમ ડિજિટલ મીડિયા પર પણ નિયમન લાગુ કરવામા આવી શકે છે.