Vadodara News : મહિલાઓની સુરક્ષાને લઈને સંસ્કારી નગરી વડોદરા માં દારૂપાર્ટી ને લઈને અસુરક્ષિત હોવાનું જણાય છે. સેવાસીની સમન્વ્ય સ્પ્લેનદીડ એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. જેમાં એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા માં દારૂપાર્ટી
જેમાં રેસિડેન્શિયલ યુનિટમાં હોટેલને લઇ મહિલાઓને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈને પરેશાન નાગરિકો ભારે આક્રોશ સાથે વડોદરા મનપા કચેરી પહોંચ્યા હતા.
છાસવારે યોજાતી દારૂની પાર્ટીને લઈ મહિલાઓ પરેશાન થઈ ગઈ છે. બીજીતરફ પોલીસ પણ સ્થાનિકોને સાથ ન આપતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેમાં સ્પ્લેનદીડના નાગરિકોએ હોટેલ સીલ કરવાની માંગણી કરી છે.

