Vadodara News: વડોદરામાં વીમા કંપનીની ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં છને ઇજા પહોંચી છે અને તેમને પહેલા 108 દ્વારા સારવાર અપાઈ અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. હવે વીમા કંપનીની જ ઓફિસમાં બ્લાસ્ટે ઓફિસોમાં ઉપયોગમાં લેવામાં આવતા એસી અને તેની સારસંભાળને લઈને પણ મોટો સવાલ ઊભો કર્યો છે.
વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એર કંડિશનમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. આ ત્યાર બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ આ 6 લોકોમાંથી બેની હાલત ગંભીર છે. હાલ બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ છે.
બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેર વિખેર થઈ ગઈ હતી. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે, પણ ચોમાસામાં આવું ભાગ્યે જ બનતું જોવા મળે છે. તેથી હવે આ રીતે થયેલા એસીમાં બ્લાસ્ટ પાછળના કારણો કયા હોઈ શકે તે જોવું જરૂરી છે. આની પાછળ નબળું મેઇન્ટેનન્સ જવાબદાર હશે તો તેના કારણોની પણ તપાસ ચાલશે. સામાન્ય રીતે દરેક કંપની તેમની ઓફિસનું મેઇન્ટેનન્સ કરતી જ હોય છે, છતાં આ પ્રકારનો બ્લાસ્ટ થવો તે તપાસ માંગી લેતો વિષય છે.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો

