Bhavnagar News/ આજથી એક માસ સુધી દૈવી શક્તિપીઠો માં દૈવી ઉપાસના-સાધના માં માતૃભક્તો લીન બનશે

સોમવતી અમાવસ્યાની ઉજવણી સાથે પોષ માસનું બુધવતી અમાસ સાથે સમાપન થયું અને પંચાંગ નિર્દેશ મુજબ બુધવારે અમાસ અને ત્યારબાદ બેસતો મહિના ની ગણતરી કરવામાં આવી છે

Top Stories Gujarat

Bhavnagar News: સમગ્ર સૃષ્ટિની સર્જનહાર આદ્યશક્તિ જગત જનની માઁ અંબા-શક્તિ સ્વરૂપાના વર્ષ દરમ્યાન આવતા વિવિધ અવસરો-ઉત્સવો પૈકી એક માસ જેને “માઘ” માસ તરીકે ઓળખવામાં આવે છે પુરાણોક્ત શાસ્ત્ર દૈવીભાગવત માં માઘ માસનો વિશેષ ઉલ્લેખ છે એવાં આ માસનો આજથી પ્રારંભ થયો છે એક માસ સુધી માતાજીની ભક્તિ અનુષ્ઠાન દ્વારા માઈ ને પ્રસન્ન કરવા-રીઝવવા પ્રયત્નો કરશે. સામાન્ય રીતે સાંપ્રત સમાજમાં આદ્યાત્મિક જગતમાં માં શક્તિ ની ઉપાસના માટે વર્ષ દરમ્યાન આવતા નવરાત્રા ને વિશેષ-મહત્તા સાથે આગવી રીતે ઉજવવામાં આવે છે.

પરંતુ માઘ માસમાં દૈવી અનુષ્ઠાન-સાધનાનું ખાસ મહત્વ ધરાવે છે દેશ-રાજ્ય સાથોસાથ ગોહિલવાડ પંથકમાં આસ્થાળુઓનો એક મોટો વર્ગ માઘ માસની પ્રતિક્ષા કરતો હોય છે ત્યારે ગઈ કાલે સોમવતી અમાવસ્યાની ઉજવણી સાથે પોષ માસનું બુધવતી અમાસ સાથે સમાપન થયું અને પંચાંગ નિર્દેશ મુજબ બુધવારે અમાસ અને ત્યારબાદ બેસતો મહિના ની ગણતરી કરવામાં આવી છે તો કેટલાક લોકો એ ગુરૂવારે બેસતો મહિનો ગણશે આ માસમાં ભગવાન સૂર્યનારાયણ ના પત્ની એવાં રન્નાદે એટલેકે રાંદલ માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ભાવનગર શહેર-જિલ્લા માં ત્રણ મોટા મંદિરો રાંદલમાતાના આવેલા છે જેમાં શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલું રાંદલમાતાનુ મંદિર તળાજા તાલુકાના આંમળા ગામે પણ અર્વાચીન કાળથી “રાંકા ના રાંદલ” તરીકે નું ધામ સારીએવી ખ્યાતિ ધરાવે છે એજ રીતે ઉમરળા તાલુકાના દડવા ગામે આવેલું રાંદલમાતાનુ મંદિર જગ વિખ્યાત છે સામાન્ય રીતે નિ:સંતાન દંપતિઓની આસ્થાળુઓનુ આગવું કેન્દ્ર બિંદુ એટલે રાંદલ ધામ રાંદલ માતા વાંજીયાઓના મેણા ભાંગતા હોવાની લોક આસ્થા આજેપણ સમાજમાં અકબંધ છે ત્યારે આખો માસ આ મંદિરોમાં લોકો દર્શન સાથે માતાના ચરણોમાં શિશ ઝુકાવવા ઉમટી પડશે તથા દર રવિવારે રાંદલમાતામા શ્રદ્ધા-આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ ઉપવાસી રહી માતાનાં ગુણગાન ગાવા પહોંચશે રવિવારે દરેક રાંદલ ધામમાં લોક મેળા જેવો માહોલ જોવા મળશે આજે ભાવનગર શહેર તથા જિલ્લા માથી શ્રધ્ધાળુઓ નો મોટો સમુદાય પગપાળા દડવા રાંદલધામ જવા રવાના થયો હતો.

@હિરેન ચૌહાણ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં સર્જાય

આ પણ વાંચો:હવે આ લોકો પણ ગુજરાતમાં ખેતી માટે જમીન લઈ શકશે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

આ પણ વાંચો:જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર કરાતા ખેડૂતની ધરપકડ