Rajkot News/ જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર કરાતા ખેડૂતની ધરપકડ

ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો. 

Gujarat Top Stories Rajkot

Rajkot News: રાજકોટ(Rajkot)ના જસદણ(Jasdan)માં કપાસની આડમાં ગાંજા(Marijuana)ની ખેતીનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOGએ ગાંજાના 30 જેટલા છોડ જપ્ત કરી ખેડૂતની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં જસદણમાં ગાંજાની ખેતીનું બેફામપણે વાવેતર કરાઈ રહ્યું છે.એસઓજીને બાતમી મળી હતી કે જસદણના હડમતીયા ખાંડા ગામમાં કપાસ સાથે ગાંજાની ખેતી કરાઈ રહી છે, આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG (Special Operation Group) દ્વારા કપાસના વાવેતર સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા હતા. SOGએ મામલતદાર અને FSLની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી છે, તેમજ ખેડૂત ખોડા રાઘવજજી રોજસરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ગુજરાતમાં માદક પદાર્થોનું સતત વેચાણ વધી રહ્યું છે. અગાઉ SOGએ જસદણ અને વિંછીયામાં દરોડા પાડ્યા હતા, જેમાં 208 કિલો ગાંજાના માલ સાથે બે ખેડૂતની ધરપકરડ કરી હતી, જેની કિંમત અંદાજે રૂપિયા 20 લાખખ થતી હતી. ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી

આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ

આ પણ વાંચો:રાજકોટમાં SOG પોલીસના પનીરની ફેક્ટરી પર દરોડા : 800 કિલો પનીરનો જથ્થો કરાયો સીલ