Rajkot News: રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ટર્મિનેટ કરવા આદેશ આપ્યા છે. નવા ડાયરેક્ટરની ભરતી કરવાના આદેશ આપતા ગેરરીતિ આચરનારાઓ ફફડી ઉઠ્યા છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પ્રથમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.ચંદનદેવસિંહ કટોચને તાત્કાલિક બરતરફ કરવાના આદેશ આપ્યા છે. કટોચ પર બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં ગેરરીતિના આરોપ લાગ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ગેરરીતિનો રિપોર્ટ રજૂ કરી જરૂરી પગલા ભરવા નિર્દેશ કર્યો છે. ઉપરાંત, નવા ડાયરેક્ટરની ભરતી કરવા જાહેરાત પણ આપી છે. નોંધનીય છે કે, 1195 કરોડના ખર્ચે તૈયાર થયેલ એઈમ્સનું 25 ફેબ્રુઆરી 2024ના રોજ PM મોદીએ લોકાર્પણ કર્યું હતું.
