Tech News/ ચીનમાં રોબોટે માનવીને હરાવ્યા, 21 કિમીની મેરેથોનમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

ચીનના બેઇજિંગમાં યોજાયેલી મેરેથોનમાં હ્યુમનોઇડ Robot ‘લાઈટનિંગ’ એ ઈતિહાસ સર્જ્યો છે. 21 કિલોમીટરની દોડમાં માનવીઓને પાછળ છોડી રોબોટ્સે પ્રથમ ત્રણ સ્થાન મેળવ્યા છે. વાંચો આ અદભૂત ટેકનોલોજી વિશે.

Trending Tech & Auto
Robot

Future of AI in China:ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ચીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. બેઇજિંગમાં યોજાયેલી એક ખાસ મેરેથોન દોડમાં હ્યુમનોઇડ રોબોટ્સે (Robot) માનવીઓને પાછળ છોડીને ઈતિહાસમાં પહેલીવાર જીત હાંસલ કરી છે. આ સ્પર્ધામાં આશરે 100 રોબોટ્સ અને 12,000 માનવ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં મશીની શક્તિ અને માનવીય સ્ફૂર્તિ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

‘લાઈટનિંગ‘ Robotનો ચમત્કાર

આ 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ચીની કંપની ‘ઓનર’ દ્વારા વિકસાવવામાં આવેલ “લાઈટનિંગ” નામના રોબોટે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રોબોટે માત્ર 50 મિનિટ અને 26 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી હતી. આ આંકડો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે તે માનવીઓ દ્વારા બનાવવામાં આવેલા વર્તમાન વર્લ્ડ રેકોર્ડ કરતા પણ લગભગ 7 મિનિટ વધુ ઝડપી છે. નોંધનીય છે કે, સ્પર્ધામાં પ્રથમ ત્રણેય સ્થાન પર રોબોટ્સનો જ કબજો રહ્યો હતો.

AI અને લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ

આ વર્ષે રોબોટ્સનું પ્રદર્શન ગત વર્ષ કરતા ઘણું શ્રેષ્ઠ રહ્યું છે. આશરે 40 ટકા રોબોટ્સ (Robot) સંપૂર્ણપણે સ્વાયત્ત (Autonomous) રીતે દોડ્યા હતા. તેઓએ એડવાન્સ સેન્સર્સ અને AI નો ઉપયોગ કરીને પોતાનો રસ્તો નક્કી કર્યો હતો. હાઇ-સ્પીડમાં દોડતી વખતે રોબોટનું મશીન ગરમ ન થઈ જાય તે માટે તેમાં ખાસ ‘લિક્વિડ કૂલિંગ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ રોબોટ્સને ખાસ કરીને માણસોની જેમ સંતુલન જાળવીને દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

તકનીકી ખામીઓ પણ સામે આવી

ભલે રોબોટ્સે (Robot) જીત મેળવી હોય, પરંતુ ટેકનોલોજી હજુ સંપૂર્ણપણે ભૂલમુક્ત નથી. દોડ દરમિયાન કેટલાક રોબોટ્સ સંતુલન ગુમાવીને પડી ગયા હતા, તો કેટલાક રસ્તો ભટકી ગયા હતા અથવા અવરોધો સાથે અથડાયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે શારીરિક ગતિમાં રોબોટ્સ આગળ નીકળી ગયા છે, પરંતુ જટિલ અને બુદ્ધિશાળી કાર્યોમાં હજુ પણ માનવીઓનું વર્ચસ્વ કાયમ છે.

ભવિષ્યની એક ઝલક

ચીન રોબોટિક્સ (Robot) ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર રહેવા માટે કરોડોનું રોકાણ કરી રહ્યું છે. આ મેરેથોને વિશ્વને બતાવ્યું છે કે ભવિષ્યમાં રોબોટ્સ માત્ર ફેક્ટરીઓ પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ રમતગમત અને રોજિંદા જીવનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમ જોઈને યુવા પેઢી ટેકનોલોજીના નવા યુગ તરફ પ્રેરિત થઈ છે.


આ પણ વાંચો: શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ

આ પણ વાંચો:  સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ