Tech News/ સ્નેપચેટમાં 1,000 કર્મચારીઓની છટણી, ₹4,700 કરોડ બચાવવા કંપનીનો માસ્ટર પ્લાન

Snapchat ની પેરેન્ટ કંપની સ્નેપ 1,000 કર્મચારીઓની છટણી કરી રહી છે. ખર્ચ ઘટાડવા અને સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપનીએ તેના 16% કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

Trending Tech & Auto
Snapchat

The parent company of Snapchat: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટની પેરેન્ટ કંપની ‘સ્નેપ’ (Snap) એ તેના કુલ કર્મચારીઓના અંદાજે 16 ટકા એટલે કે 1,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ 300 થી વધુ ખાલી જગ્યાઓને પણ નાબૂદ કરશે. કંપનીના આ પગલાનો મુખ્ય હેતુ ખર્ચમાં ઘટાડો કરવો અને કામગીરીને વધુ કેન્દ્રિત (Focused) બનાવવાનો છે.

Snapchatના  આર્થિક લક્ષ્યાંક અને બચત

કંપની વર્ષના બીજા ભાગ સુધીમાં અંદાજે $500 મિલિયન (આશરે ₹4,700 કરોડ) ની બચત કરવાનું લક્ષ્ય રાખી રહી છે. જોકે, આ છટણી પ્રક્રિયાના વળતર (Severance Pay) પેટે કંપનીને $95-130 મિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે.

કયા વિભાગો પર પડશે અસર?

આ નિર્ણયની સૌથી વધુ અસર પ્રોડક્ટ, ટેકનોલોજી અને કોર્પોરેટ ટીમો પર થવાની શક્યતા છે. કંપની તેના માળખાને સરળ બનાવીને ઓછા સંસાધનોમાં વધુ આઉટપુટ મેળવવા માંગે છે. તેમજ કેટલાક ઓછા મહત્વના પ્રોજેક્ટ્સને પણ બંધ કરવામાં આવી શકે છે.

રોકાણકારોનું દબાણ અને સ્પર્ધા

સ્નેપચેટ (Snapchat) અત્યારે મેટા (Meta) અને આલ્ફાબેટ (Google) જેવા દિગ્ગજ પ્લેટફોર્મ્સ સામે સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. આ સિવાય, ‘આઈરેનિક કેપિટલ મેનેજમેન્ટ’ જેવા મોટા રોકાણકારોનું દબાણ પણ આ છટણી પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

નિષ્ફળ પ્રોજેક્ટ્સ

કંપનીએ ‘સ્માર્ટગ્લાસ પ્રોજેક્ટ‘માં મોટું રોકાણ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબ સફળ રહ્યો નથી. હવે કંપની પોતાની વ્યૂહરચના બદલીને ફરીથી બજારમાં મજબૂત પકડ મેળવવાના પ્રયાસો કરી રહી છે.


આ પણ વાંચો:ચીને બનાવ્યો દુનિયાનો સૌથી ‘ઈમોશનલ’ રોબોટ, Moya ની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: સાવધાન! તમારી AI સાથેની ખાનગી વાતો સુરક્ષિત નથી? Perplexity AI પર લાગ્યો ડેટા ચોરીનો આરોપ