India-Russia Strategic Partnership: વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રશિયા (Russia) ભારતની ઉર્જા અને સંરક્ષણ જરૂરિયાતોને કોઈપણ અવરોધ વિના પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ જાહેરાતથી ભારતની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.
Russia કરશે તેલ અને ગેસનો અવિરત સપ્લાય
રશિયાએ (Russia)ભારતને ખાતરી આપી છે કે પશ્ચિમ એશિયામાં ભલે ગમે તેટલો સંઘર્ષ ચાલે, ભારતની જરૂરિયાત મુજબનું કાચું તેલ અને LPG રશિયા સતત પૂરું પાડશે. અમેરિકા દ્વારા વારંવાર આપવામાં આવતી પ્રતિબંધોની ધમકીઓને રશિયાએ નુકસાનકારક ગણાવી છે અને ભારતને એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ટેકો જાહેર કર્યો છે.
સંરક્ષણ ક્ષેત્રે S-400 અને SU-57 ની એન્ટ્રી
ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધો હવે વધુ આધુનિક બની રહ્યા છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો બાકીનો જથ્થો ટૂંક સમયમાં ભારતને મળશે. આ ઉપરાંત, ભારત હવે રશિયાના પાંચમી પેઢીના અત્યાધુનિક લડાયક વિમાન SU-57 ખરીદવા માટે પણ ગંભીરતાથી વિચારી રહ્યું છે. બ્રહ્મોસ અને AK-203 રાઈફલ્સનું સંયુક્ત ઉત્પાદન આ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
ડોલરને બદલે ‘રૂપિયા-રૂબલ’માં 95% વેપાર
આર્થિક મોરચે પણ બંને દેશોએ મોટો ફેરફાર કર્યો છે. અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે 95% વેપાર ભારત અને રશિયાની (Russia) રાષ્ટ્રીય મુદ્રામાં જ થઈ રહ્યો છે. બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. વેપારમાં સંતુલન લાવવા રશિયા હવે ભારત પાસેથી વધુ કૃષિ ઉત્પાદનો અને હાઈ-ટેક મશીનરીની આયાત કરવા ઈચ્છે છે.
બ્રિક્સ 2026 અને પુતિનની ભારત મુલાકાત
સપ્ટેમ્બર 2026માં ભારતમાં યોજાનાર BRICS શિખર સંમેલન ખૂબ જ મહત્વનું બની રહેશે, જેમાં રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ રાજદ્વારી મુલાકાતો બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવી દિશા આપશે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખોલ્યું; દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે

