Trigrahi Yoga/ શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!

ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga)ના કારણે રાશિચક્રની 12 રાશિઓ પૈકી 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ લોકોને ઘણો ધનલાભ થઇ શકે છે અને પરિવારમાં આનંદનું…

Trending Religious Rashifal Dharma & Bhakti
Trigrahi Yoga નો Miracle! 3 રાશિઓનું ચમકશે ભાગ્ય! ધનલાભ, કુટુંબ સુખ અને કરિયરમાં tremendous સફળતા!

Trigrahi Yoga: શારદીય નવરાત્રિ (Shardiya Navratri 2026)નો પ્રારંભ થનાર છે. આ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 11 ઑક્ટોબર 2026 (11 October 2026)ના રોજ ચંદ્રમા કન્યા રાશિથી નીકળીને તુલા રાશિમાં ગોચર કરશે. ત્યાં બુધ અને શુક્ર અગાઉથી જ વિરાજમાન થશે. આ સંજોગોમાં બુધ, શુક્ર અને ચંદ્રની યુતિથી ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga)નું નિર્માણ થશે. આ યોગના કારણે રાશિચક્રની 12 રાશિઓ પૈકી 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ લોકોને ઘણો ધનલાભ થઇ શકે છે અને પરિવારમાં આનંદનું વાતાવરણ પ્રવર્તશે. આ ઉપરાંત, કેરિયરના ક્ષેત્રે પણ ઉન્નતિના યોગ બની રહ્યાં છે. તો ચાલો જાણીએ આ 3 રાશિઓ વિશે વિસ્તૃતપણે…

ત્રિગ્રહી યોગથી 3 રાશિઓને લાભ (Trigrahi Yoga 2026)

આ યોગના કારણે રાશિચક્રની 12 રાશિઓ પૈકી આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.

કર્ક રાશિ (Cancer)-ભાગ્યનો સાથ મળશે
કર્ક રાશિ (Cancer)-ભાગ્યનો સાથ મળશે

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના લોકો બુધ, શુક્ર અને ચંદ્રમા (Budh, Shukra, Chandra)નો ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga) તમારી રાશિના ચતુર્થ ભાવમાં રચાવા જઇ રહ્યો છે. ચતુર્થ ભાવને સુખનો કારક માનવામાં આવે છે. આ સંજોગોમાં શારદીય નવરાત્રિના પ્રથમ જ દિવસે તમારા સુખ ભાવમાં ત્રિગ્રહી યોગ રચાવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. જો મકાન અથવા વાહન ખરીદવા ઈચ્છતા હો તો સફળ થઈ શકો છો. પરિવારના સભ્યોની સાથે સમય વીતાવવાનો પણ તમને ઉત્તમ અવસર પ્રાપ્ત થશે. ભાગ્યનો તમને સાથ મળશે અને આર્થિક ઉન્નતિના યોગ પણ રચાવાની સંભાવના છે.

ધનુ રાશિ (Sagittarius)- સ્વાસ્થ્ય સારું બનશે
ધનુ રાશિ (Sagittarius)- સ્વાસ્થ્ય સારું બનશે

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga) તમારી રાશિનો એકાદશ ભાવ અર્થાત્ લાભ ભાવમાં રચાશે. આ યોગ રચાવાને કારણે નસીબનો તમને ભરપૂર સાથ મળી શકશે. કેટલાક લોકોને કેરિયરના ક્ષેત્રે ઉચ્ચ પદની પણ પ્રાપ્તિ થઇ શકે છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમને સારા રિટર્ન મળવાના અવસર છે. આ રાશિના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે શુભ પરિણામો પ્રાપ્ત થશે. મોટા ભાઈ-બહેનોના સહયોગના કારણે તમારા બગડેલા કાર્યો બની શકે છે. સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તનો આવશે.

મકર રાશિ (Capricorn)- આર્થિક ઉન્નતિ થઇ શકે છે
મકર રાશિ (Capricorn)- આર્થિક ઉન્નતિ થઇ શકે છે

મકર રાશિ (Capricorn)

મકર રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga) તમારા દશમ ભાવમાં થશે. આ ભાવ કર્મ અને કેરિયરનો કારક છે. આથી તમને કેરિયરના ક્ષેત્રે ઉત્તમ પરિવર્તન જોવા મળશે. કેટલાક લોકોની આવક વધી શકે છે જ્યારે કેટલાક લોકો મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર મેળવી શકે છે. વ્યવસાય કરનારા જાતકોની યોજનાઓ સપળ થશે. જે લોકો પાતાનો બિઝનેસ શરુ કરવા માગતા હોય એ જાતકોને પણ સફળતા મળવાના યોગ જણાઈ રહ્યાં છે. ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાથી કેટલાક જાતકોની આર્થિક ઉન્નતિ થઇ શકે છે. વિદેશ જવાનો અવસર પણ કેટલાક જાતકોને પ્રાપ્ત થઈ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 19 માર્ચથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ…ભારતીય સંસ્કૃતિમાં અનેરુ મહત્વ…આ વર્ષે અધિક મહિનો..!

આ પણ વાંચો: ખરમાસ નો ક્યારે પ્રારંભ થશે,14 કે 15 માર્ચ? શું આ સમય દરમિયાન લગ્ન કરી શકાય ખરા?

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…