Lifestyle News/ તાવ વગર પણ થઈ શકે છે ડેન્ગ્યુ! જાણો એટીપિકલ ડેન્ગ્યુના અસામાન્ય લક્ષણો

શું તાવ વગર પણ ડેન્ગ્યુ થઈ શકે? જાણો એટીપિકલ ડેન્ગ્યુના (Diagnosis Guidelines)લક્ષણો, પાચનતંત્ર પર તેની અસર, પ્લેટલેટ કાઉન્ટ અને તાવ અંગેની ગેરમાન્યતાઓ તેમજ તેનાથી બચવાના તબીબી ઉપાયો.

Lifestyle
Diagnosis Guidelines Know dengue

Health & Fitness News : ચોમાસાની ઋતુ અને વરસાદ બાદ ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો ડેન્ગ્યુ એટલે (Diagnosis Guidelines) તીવ્ર તાવ, સાંધાનો દુખાવો અને પ્લેટલેટ્સ ઘટી જવા સાથે સાંકળે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ મુજબ ઘણા કિસ્સાઓમાં તાવ આવ્યા વિના પણ દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ હોઈ શકે છે. આવા અસામાન્ય કિસ્સાઓને ‘એટીપિકલ ડેન્ગ્યુ’ (Atypical Dengue) કહેવામાં આવે છે, જેમાં તાવ કરતાં અન્ય લક્ષણો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

Diagnosis Guidelines : એટીપિકલ ડેન્ગ્યુના મુખ્ય અને અસામાન્ય લક્ષણો

જ્યારે શરીરમાં તાવ ન હોય અથવા અત્યંત હળવો અનુભવાય, ત્યારે નીચે મુજબના લક્ષણો દેખાય તો તેને સામાન્ય ગણીને અવગણવા ન જોઈએ

સતત ઉલટી, ઉબકા, ઝાડા, પેટમાં તીવ્ર દુખાવો, અપચો અને ભૂખ ન લાગવી.આંખોના પાછળના ભાગમાં દબાણ, માથાનો દુખાવો, અસહ્ય થાક અને ત્વચા પર લાલ ફોલ્લીઓ.શ્વાસ લેવામાં તકલીફ, નાક અથવા પેઢામાંથી લોહી વહેવું અને અતિશય બેચેની જણાવી.

ડેન્ગ્યુ અંગેની મોટી ગેરમાન્યતાઓ અને તબીબી સલાહ

સૌથી મોટું જોખમ એ માન્યતામાં છે કે ‘તાવ ઊતરી ગયો એટલે દર્દી સાજો થઈ ગયો’. વાસ્તવમાં તાવ ઓછો થયા બાદ જ ડિહાઇડ્રેશન અને અન્ય ગૂંચવણોનું જોખમ વધી જાય છે. માત્ર પ્લેટલેટ કાઉન્ટ ઘટવાથી જ ગંભીરતા નક્કી થતી નથી, પરંતુ દર્દીની સમગ્ર શારીરિક સ્થિતિ મહત્વની છે. ચોમાસા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય ત્યારે જાતે દવાઓ લેવાના બદલે તાત્કાલિક તબીબી તપાસ કરાવી શરીરને પ્રવાહી (Hydration) પૂરું પાડવું અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો :લાલ કે સફેદ રાજમા: સ્વાસ્થ્ય અને પોષણની દ્રષ્ટિએ તમારા શરીર માટે કયા વધુ ફાયદાકારક છે?

આ પણ વાંચો :બ્લેકહેડ્સ નહિં…ચહેરા પર દેખાય છે વ્હાઈટહેડ્સ? જાણીએ તબીબી દ્રષ્ટિએ એનું કારણ!

આ પણ વાંચો :ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!