શિયાળામાં લાલ અને તાજા મરચાં સારી માત્રામાં મળી રહેતા હોય છે. અને શિયાળામાં આ લાલ મરચાંનું અથાણું ખાવાની મજા પમ કંઈક અલગ જ હોય છે. તો ચાલો આજે આપને જણાવીએ આ લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની સામગ્રી અને તેને બનાવવા માટેની રીત…
લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની સામગ્રી:
500 ગ્રામ લાલ તાજા અને કડક મરચાં
2 ટેબલ સ્પૂન રાય ના કુરિયા
2 ટેબલ સ્પૂન મેથીના કુરિયા
1.5 ટેબલ સ્પૂન વરિયાળી
1 ટેબલ સ્પૂન મરીનો અધકચરો ભૂકો
મીઠું
હળદર
હિંગ
3 ચમચી સમારેલો ગોળ
4 લીંબુ લઈ તેના 16 ટુકડા કરવા
તેલ.
લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ મરચાંને સરખા ધોઈને સાફ કરી લો. પછી તેના બિયા કાઢી ને મધ્યમ ટુકડા માં સમારી લો. હવે એક કડાઈમાં 4 ટેબલ સ્પૂન તેલ લઈ ગરમ થાય એટલે એમાં પોણી ચમચી હિંગ નાખી પહેલા મેથી ના કુરિયા નાખી એકદમ ધીમો ગેસ રાખી, ગોળ સિવાયની બાકીની બઘી વસ્તુ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો, વધુ શેકવાથી મેથી વધુ કડવી લાગે છે.
– હવે તેમાં મરચાના ટુકડા થોડા લીંબુ ના ટુકડા અને ગોળ નાખી હાથેથી મિક્સ કરી એક જાર માં ભરી લો. પછી થોડું તેલ ગરમ કરી ઠંડુ થાય એટલે તેમાં રેડી ને બંધ કરી લો. તો તૈયાર છે લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું.
આ પણ વાંચો- Sleeping Tips / જો રાતે ન આવે ઉંઘ, તો પલંગ પાસે આ રીતે રાખો લીંબુ; થશે અનેક ફાયદાઓ
આ પણ વાંચો- Recipe / ‘બિકાનેરી સેવના પરાઠા’ તીખું ખાવાના શોખીનો માટે પરફેક્ટ વાનગી
આ પણ વાંચો- Beauty Tips / આંખો નીચેના કાળા કુંડાળા થવાના કારણો અને દૂર કરવાની Tips
