Recipe/ ‘બાજરીની ખીચડી’ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉમેરો આ ચીજ

તો રેસીપી કેવી લાગી..? એ જરૂરથી જણાવજો..!

Food Lifestyle
શિયાળામાં હેલ્ધી વાનગીઓ ખાવાની બહુ મજા આવે છે. આપણે ખાસ કરીને ઠંડીની ઋતુમાં બાજરી વધારે ખાતા હોઈએ છે.

બાજરીના રોટલા તો અવારનવાર બનતા જ હોય છે, પણ આજે અમે આપ માટે લાવ્યા છીએ ” બાજરીની ખીચડી ” ની રેસીપી. તો રેસીપી કેવી લાગી..? એ જરૂરથી જણાવજો..!

બાજરીની ખીચડી બનાવવા માટેની જરૂરી સામગ્રી:
 – બાજરી ૧ વાટકી
– ચોખા ૧/૨ વાટકી
– તુવેરની દાળ ૧/૨ વાટકી
– લીલા વટાણા ૧ વાટકી
– લીલી તુવેરના દાણા ૧/૨ વાટકી
– ઝીણું સમારેલું લીલું લસણ ૩ થી ૪ ચમચી
– ઝીણા સમારેલા લીલાં મરચાં ૪ થી ૫ નંગ
– મીઠા લીમડાના પાન
– ઝીણી સમારેલી કોથમીર
– હળદર અને મીઠું સ્વાદ અનુસાર
વઘાર માટે તેલ અને હિંગ
બાજરીની ખીચડી બનાવવા માટેની રીત:
– બાજરીની ખીચડી બપોરના ભોજનમાં બનાવવા માટે આગલા દિવસે સાંજે બાજરી ને પલાળી દો.
– બીજા દિવસે ખીચડી બનાવો તે પેહલા પલાળેલી બાજરીનું બધું પાણી નિતારી લઈ બાજરી ને મિક્ષ્ચર માં અધકચરી દળી લો. દાળ – ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.
May be an image of food and indoor
– કૂકરમાં 4 ગ્લાસ પાણી ઉમેરી 10 મિનિટ ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં બાજરી, ચોખા, દાળ, લીલા વટાણા, લીલી તુવેરના દાણા, મીઠું અને હળદર નાખી બધું બરાબર મિક્સ કરી 4 થી 5 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.
May be an image of food
– કૂકર ઠંડુ થાય એટલે ખીચડી ને ચેક કરી લો, બાજરીના દાણા ચડી ગયા છે કે નહીં ? બાજરીના દાણામાં થોડી કચાશ રહી ગઈ હશે જેથી તેમાં અડધો કે એક ગ્લાસ પાણી ઉમેરી ધીમા તાપે સિઝવા મૂકો. ( કુકરનું ઢાંકણ બંધ કરવાનું નથી, અથવા તપેલામાં પણ કરી શકો છો.)

– હવે તેલ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી 2 મિનિટ માટે સાંતળી લો.
– ત્યારબાદ તૈયાર કરેલા વઘારને ખીચડીમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
– ખીચડીમાં પાણી બરી જાય એટલે કે ખીચડી સરસ સીઝી ( ચડી ) જાય પછી, ખીચડી થોડી ઢીલી રાખી ગેસ બંધ કરી કોથમીર થી ગાર્નિશ કરો.
– તો તૈયાર છે ગરમાગરમ ” બાજરીની ખીચડી”! તેને પાપડ અને કઢી સાથે ગરમા ગરમ જ સર્વ કરો..