ગુજરાત/ ‘હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું’ પ્રેમિકાના લગ્નમાં આશિકે કરી ધમાલ

પાટણમાં પ્રેમિકા અને પ્રેમીનો અનોખો કિસ્સો સામે આવ્યો. ‘હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું’ એમ કહી યુવાને લગ્નમાં ધમાલ મચાવી.

Top Stories Gujarat Others

પાટણમાં પ્રેમિકા અને પ્રેમીનો અનોખો કિસ્સો સામે આવ્યો. ‘હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું’ એમ કહી યુવાને લગ્નમાં ધમાલ મચાવી. આ કિસ્સામાં યુવકે પ્રેમિકાના લગ્નમાં મોટો હોબાળો મચાવ્યો હતો. યુવતી લગ્ન કરી રહી હતી ત્યારે ફિલ્મી સ્ટાઈલની જેમ જ એક યુવાન ત્યાં પંહોચ્યો અને યુવતી તેની સાથે જ લગ્ન કરે તેવું દબાણ કરતો હતો અને સાથે શાબ્દિક ધમકી પણ ઉચ્ચારી કે તારા લગ્ન બીજે નહિં થવા દઉ.

કોઈ ફિલ્મની સ્ટોરીની જેમ પાટણમાં પણ એક લગ્ન પ્રસંગ દરમ્યાન રોમાંચક સીન જોવા મળ્યા. યુવતીના લગ્રનની વિધિઓ થઈ રહી હતી ત્યારે અચાનક એક યુવક આવ્યો. આ યુવક લગ્ન મંડપમાં આવીને મોટે-મોટેથી કહેવા લાગ્યો ‘હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું’. હું તને પ્રેમ કરું છું. તારે મારી સાથે જ લગ્ન કરવાના છે. હું તારા લગ્ન બીજે નહિં થવા દઉ એમ કહી યુવાને લગ્નમંડપમાં તોફાન મચાવ્યું. લગ્ન મંડપને ઉખેડી નાંખવાની ધમકી આપતા યુવતીના પરિવારનાં લોકો સાથે કરી મારામારી. આ ઝગડામાં પરીવારના કેટલાક લોકોને ઇજા પંહોચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. યુવાનના આતંકથી પરેશાન યુવતીના દાદાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલાની નોંધ લેતા તપાસ હાથ ધરી છે.

યુવતીના લગ્નમંડપમાં યુવાનનું પંહોચી જવું અને ધમાલ કરવું તે આપણને હિન્દી ફિલ્મની સ્ટોરી જેવું લાગે છે. આજકાલ લોકો પ્રેમમાં જલદી પડે છે અને વિખૂટા પણ જલદી પડે છે. આજે યુવક અને યુવતી ફ્રેન્ડશિપને કેટલીક વખત પ્રેમ માનવા લાગે છે. ત્યારે બીજાને એ સમજાવવું મુશ્કેલ બને છે. છોકરીઓ સહેજ હસીને વાત કરે તો યુવાનો તરત જ તેને પોતાની પ્રેમિકા માનવા લાગે છે. આવો જ કિસ્સો પાટણમાં જોવા મળ્યો. જો કે પોલીસમાં ફરિયાદ થયા બાદ મામલાની વધુ વિગતો સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ

આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો