Saudi Arabia Houthi Conflict : મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ પોતાની મહત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈનને અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પાઈપલાઈન મહત્વની માનવામાં આવે છે. સતત થયેલા હુમલાઓ બાદ સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓની બાબ અલ-મંદેબ સ્ટ્રેટ વિસ્તારમાં વધતી હિલચાલે પણ ચિંતા વધારી છે.
અનેક હુમલા બાદ પાઈપલાઈન બંધ
સાઉદી અરેબિયાના(Saudi Arabia) ઊર્જા મંત્રાલયે જણાવ્યું છે કે રિયાધ અને મદીના વિસ્તારમાં ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનને નિશાન બનાવી અનેક હુમલા થયા બાદ કામગીરી અસ્થાયી રીતે રોકવામાં આવી છે. આ હુમલાઓ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે અને તેના તાર ઈરાકમાં સક્રિય ઈરાન સમર્થિત મિલિશિયા સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલ સાઉદી અરેબિયાએ ઈરાકી વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જવાબી કાર્યવાહી ટાળી છે.

બાબ અલ-મંદેબ સુધી હુથીની પહોંચ
બીજી તરફ યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓની હિલચાલ પણ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર હુથીઓ(Saudi Arabia) લાલ સમુદ્રના વ્યૂહાત્મક બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીક આવેલા પેરીમ ટાપુ સુધી પહોંચ્યા છે. આ વિસ્તાર વૈશ્વિક દરિયાઈ વેપાર અને ઊર્જા પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં હુથીઓની વધતી હાજરીથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઓઈલ સપ્લાય અંગે ચિંતા વધી શકે છે.
વૈશ્વિક ઓઈલ માર્કેટ પર અસરનો ભય
ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન હોર્મુઝ સ્ટ્રેટ પરનું દબાણ ઘટાડવા માટે સાઉદી અરેબિયા માટે મહત્વપૂર્ણ વિકલ્પ છે. હવે તેની કામગીરી અટકવાથી અને બાબ અલ-મંદેબ વિસ્તારમાં તણાવ વધવાથી ખાડી વિસ્તારમાંથી વૈશ્વિક બજાર સુધી પહોંચતા ઓઈલ સપ્લાય પર દબાણ વધી શકે છે. જો દરિયાઈ માર્ગો પર અસ્થિરતા લાંબા સમય સુધી ચાલુ રહે તો પરિવહન ખર્ચ અને ઓઈલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વધી ચિંતા
સાઉદીની(Saudi Arabia) પાઈપલાઈન પર હુમલા અને બાબ અલ-મંદેબ વિસ્તારમાં હુથીઓની હિલચાલે મધ્ય પૂર્વના સંઘર્ષની અસર વૈશ્વિક ઊર્જા બજાર સુધી પહોંચવાની આશંકા વધારી છે. ખાસ કરીને હોર્મુઝ અને બાબ અલ-મંદેબ જેવા વ્યૂહાત્મક માર્ગોમાં કોઈ મોટું વિક્ષેપ સર્જાય તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ સુધી નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઓઈલ પુરવઠા અને બજારો પર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત
આ પણ વાંચો:ટ્રમ્પ સરકારના નિર્ણય ચર્ચામાં, ભારતીયો પર નિશાનનો આરોપ અને $5,000 ડિવિડન્ડનું એલાન
