National News/ AI-171 વિમાન દુર્ઘટના : ઇલેક્ટ્રિકલ સિસ્ટમની નિષ્ફળતાથી ક્રેશ થયું હોવાનો પાઇલટ સંગઠનનો દાવો

એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટના (AI-171 Plane Crash)મામલે હવે નવો વળાંક આવ્યો છે.

Top Stories India
એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટના (AI-171 Plane Crash)મામલે હવે નવો વળાંક આવ્યો છે.

National News : એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટના (AI-171 Plane Crash)મામલે હવે નવો વળાંક આવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ સત્તાવાર તપાસના તારણો પર ગંભીર સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે આ દુર્ઘટના પાઇલટની ભૂલ કે આત્મહત્યાના પ્રયાસને કારણે નહીં, પરંતુ વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ (Aircraft Electrical Fault)માં થયેલી ગંભીર ખામીને કારણે બની હતી.

FIPના ચેરમેન કેપ્ટન સી.એસ. રંધાવાના જણાવ્યા અનુસાર, સંગઠન દ્વારા કરવામાં આવેલા સિમ્યુલેટર પરીક્ષણોમાં અનેક ટેક્નિકલ વિસંગતતાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે સત્તાવાર તપાસમાં રજૂ કરાયેલ સમયરેખા અને વાસ્તવિક ટેક્નિકલ પરિસ્થિતિઓ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.

સત્તાવાર અહેવાલ મુજબ વિમાનના એન્જિનનો ઇંધણ પુરવઠો બંધ થયા બાદ માત્ર ચાર સેકન્ડમાં રેમ એર ટર્બાઇનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. પરંતુ FIPના પરીક્ષણો દર્શાવે છે કે આવી સ્થિતિમાં બેકઅપ સિસ્ટમને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં અંદાજે 18 સેકન્ડનો સમય લાગે છે. સંગઠનનું કહેવું છે કે ચાર સેકન્ડનો સમય ટેક્નિકલ રીતે શક્ય જ નથી.

પાઇલટ સંગઠન (Pilot Federation)નો દાવો છે કે એન્જિન બંધ થાય તે પહેલાં જ વિમાનમાં મોટી ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા સર્જાઈ હતી, જેના કારણે અનેક સિસ્ટમો અસરગ્રસ્ત થઈ અને અંતે વિમાન પર નિયંત્રણ ગુમાવાયું. સંગઠને એ પણ જણાવ્યું કે દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરે કેબિનની લાઇટ્સ ઝબકતી અને ધીમી થતી હોવાનું જણાવ્યું હતું, જે પાવર ફેલ્યરના સંકેત હોઈ શકે છે.

FIPએ વધુમાં આરોપ લગાવ્યો છે કે તપાસ દરમિયાન કેટલાક અનુભવી ઉડ્ડયન નિષ્ણાતોના અભિપ્રાયને અવગણવામાં આવ્યા હતા. સંગઠને માંગ કરી છે કે તેના દ્વારા સબમિટ કરાયેલા સિમ્યુલેટર ડેટાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવામાં આવે અને અંતિમ અકસ્માત અહેવાલ જાહેર કરતા પહેલાં તમામ ટેક્નિકલ મુદ્દાઓની પુનઃસમીક્ષા કરવામાં આવે.

AI-171 દુર્ઘટના (AI-171 Plane Crash)ની તપાસ ફરી ચર્ચાના કેન્દ્રમાં

આ દાવાઓ બાદ AI-171 દુર્ઘટના (AI-171 Plane Crash)ની તપાસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હવે બોઇંગ, એર ઇન્ડિયા અને ઉડ્ડયન સત્તાધિકારીઓ આ નવા પુરાવાઓને કેવી રીતે જોવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતના અસલી કારણનો રિપોર્ટ કેમ હજુ સુધી જાહેર ન થયો?

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર, એક મહિનામાં આવશે તપાસનો અંતિમ રિપોર્ટ

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો! અમેરિકન એજન્સીનો દાવો, વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું