Not Set/ ફ્રાંસનો કુખ્યાત ચોર જેલ તોડીને ત્રણ સાથીઓ સાથે હેલિકોપ્ટરમાં છૂ મંતર…

પેરીસ, ફ્રાંસનો એક કુખ્યાત ચોર પોતાના ત્રણ સાથીઓ સાથે પેરીસની જેલ તોડીને હેલિકોપ્ટરમાં ભાગી છૂટ્યો છે. ત્યારબાદ હેલિકોપ્ટર પેરીસના ઉતર-પૂર્વ ઉપનગરમાં મળી આવ્યું હતું. આ ચોર બીજી વાર જેલ તોડીને ભાગ્યો છે. પહેલી વાર 201૩માં ઉતર ફ્રાંસની એક જેલને ડાયનામાઈટથી ઉડાવીને ભાગી નીકળ્યો હતો. જોકે, 6 અઠવાડિયા બાદ એને ફરીથી પકડી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું […]

Top Stories World

પેરીસ,

ફ્રાંસનો એક કુખ્યાત ચોર પોતાના ત્રણ સાથીઓ સાથે પેરીસની જેલ તોડીને હેલિકોપ્ટરમાં ભાગી છૂટ્યો છે. ત્યારબાદ હેલિકોપ્ટર પેરીસના ઉતર-પૂર્વ ઉપનગરમાં મળી આવ્યું હતું. આ ચોર બીજી વાર જેલ તોડીને ભાગ્યો છે. પહેલી વાર 201૩માં ઉતર ફ્રાંસની એક જેલને ડાયનામાઈટથી ઉડાવીને ભાગી નીકળ્યો હતો. જોકે, 6 અઠવાડિયા બાદ એને ફરીથી પકડી લેવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે કુખ્યાત ચોર રિદોઆઇન ફેડ(46) પેરિસના ઉપનગર રિયુંમાં હથિયારધારી વ્યક્તિઓની મદદથી જેલ તોડીને થોડી જ મીનીટોમાં ભાગી ગયો હતો. એક અદાલતે મે 2010માં લુંટફાટ અને ગોળીબારીના મામલામાં ફેડને 25 વર્ષની સજા સભળાવી હતી. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મૃત્યુ પણ થયું હતું.

ફેડ, પેરિસના બહારના ભાગમાં સ્થિત ઉપનગરોમાં ખુબ ખરાબ હાલતમાં મોટો થયો છે. એ કેટલાક ટીવી શોમાં ઉપસ્થિત રહ્યો હતો. અને તેણે પોતાના અપરાધિક યુવા જીવન અને પેરીસના ઉપનગરોમાં એક અપરાધી તરીકે ઉભરવાની કહાણી સાથે સંબંધિત બે પુસ્તકોનું સહ-લેખન પણ કર્યું. એનું આખું અપરાધિક જીવન સ્કારફેસ અને હીટ જેવી અમેરિકી ફિલ્મોથી પ્રભાવિત છે.