Mahisagar News : મહિસાગરના બાલાસિનોરમાં વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાતા ચકચાર મચી છે. જેમાં વડદલા ગામમાં ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસને માહિતી મળી હતી.
જેને આધારે પોલીસે દરોડો પા઼ડીને ગાંજાના છોડ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ગાંજાના 258 નંગ છોડ મળી આવ્યા હતા. આ ગાંજાની કિંમત 2.37 કરોડ થવા જાય છે, એમ પોલીસે કહ્યું હતું.
પોલીસે આ કેસમાં ગાંજાની ખેતી કરનારા શખ્સની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
