લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. સરકારે સોમવારે (11 માર્ચ) આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. CAAને ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચાર વર્ષ બાદ તેનો અમલ કરવામાં આવ્યો છે. CAA નિયમો જારી થયા બાદ હવે 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.દેશમાં સીએએ પર તમામ રાજ્યમાંથી પ્રતિક્રિયા આવી રહી છે,ત્યારે ગુજરાત સરકાર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે, ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે આપી CAA મામલે મોટી પ્રતિક્રિયા.
કેબિનેટ મંત્રીએ સીએએ પર વાત કરતા કહ્યું કે મોદીની ગેંરટી છે, આનંદ અન ખુશીની વાત છે કે તેમણે જે ગેરંટી આપી હતી તે પરિપૂર્ણ કરી છે. ધર્મથી પ્રતાડિત બાંગલાદેશ,પાકિસ્તાન કે અફધાનિસ્તાનમાં ધર્મ પ્રતાડિત લોકોને ભારત નાગરિકતા આપશે એ મોટી વાત છે. પ્રધાનમંત્રીએ અતિ મહત્વના નિર્ણય લીધા છે જેનાથી વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે. 370,રામ મંદિર, અને સીએએ પર જે પ્રમાણે કામ કર્યું છે તે અતિ મહત્વના નિર્ણય લીધા છે.
