અમદાવાદ,
લાંબી રાહ જોવડાયા પછી આખરે અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શનિવારે પરોઢે અમદાવાદમાં વરસાદનું મોટુ ઝાપટું પડ્યું હતું. શહેરમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલ ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોને રાહત થઇ હતી.પરોઢે શરૂ થયેલ આ વરસાદ બે કલાક સુધી ચાલ્યો હતો અને શહેરના રસ્તાઓ પાણી પાણી થયાં હતા સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
અમદાવાદમાં વરસાદ પડતાં રવિવારે વહેલી સવારથી લોકો ભીની મોસમની મજા માણવા નીકળી પડ્યાં હતા.રજાની મજાની માણવા લોકોએ ચાની ચુસકી અને દાળવડાનો આનંદ માણતા જોવા મળ્યાં હતા.
જો કે પહેલાં વરસાદે જ અમદાવાદ કોર્પોરેશનના પ્રીમોન્સુન પ્લાનની પોલ ખોલી હતી.શહેરમાં વીજળીના કડાકા સાથે આંબાવાડી વિસ્તારમાં ઝાડ થયું ધરશાયી હતું અને કોર્પોરેશને તેને હટાવ્યું હતું.એ સિવાય પહેલા વરસાદમાં જ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હતા.શહેરના ખોખરા વિસ્તારની નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા હતા.હાટકેશ્વર પાસે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
એવી રીતે શહેરમાં કેટલાંક સ્થળોએ વૃક્ષો પડવાના પણ બનાવો બન્યાં હતા. ભારે વરસાદના કારણે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારમાં સવારની પહોરમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે ઘણાં લોકોએ રવિવારના પોતાના પ્લાન રદ કરવા પડ્યા. શહેરમાં આંબાવાડી, હાટકેશ્વર, એસજી હાઈવે, ધરણીધર વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો વરસાદના કારણે ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ બની છે.
