Dharma & Bhakti/ અનંત ચતુર્દશીએ કરો ભગવાન વિષ્ણુની પૂજા…અનંત સૂત્ર બાંધવાની ની પૂજા વિધિ વિશે જાણો..!

આ અનંત ચતુર્દશી (Anant Chaturdashi 2026)ના દિવસે ભગવાન વિષ્ણુની પણ અનંત સ્વરુપે પૂજા કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ પૂજા કરવામાં આવશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Anant Chaturdashi 2026: Auspicious પર્વે ગણેશ વિસર્જન સાથે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા, જાણો Significance

Dharm & Bhakti: સનાતન ધર્મમાં અનંત ચતુર્દશી (Anant Chaturdashi 2026)નું વિશેષ મહત્વ છે. આ પર્વ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) તો હોય જ છે પણ આ દિવસે ખાસ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ના અનંત સ્વરુપની વિધિ-વિધાનપૂર્વક વ્રત અને પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે. સ્ત્રી-પુરુષ બંને આ વ્રત રાખી શકે છે. પૂજા દરમિયાન, અનંત સૂત્ર (Anant Sutra) બાંધવાની પણ પરંપરા છે. તો જાણીએ…અનંત ચતુર્દશી 2026ની પૂજાવિધિ…

કાલે અનંત ચતુર્દશી (Anant Chaturdashi 2026)

પંચાંગ અનુસાર, ભાદ્રપદ અર્થાત્ ભાદરવા મહિનાની ચતુર્દશી તિથિ 24 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 11:18 કલાકે શરુ થશે અને 25 સપ્ટેમ્બરની રાત્રે 11:06 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર અનંત ચતુર્દશીનું વ્રત આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બર 2026 (25 September 2026)ના રોજ શુક્રવારે રાખવામાં આવશે.

ગણેશ વિસર્જન પણ અનંત ચતુર્દશીએ થશે

સોમવારના રોજ 14મી સપ્ટેમ્બરે, આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવાર (Ganesh Chaturthi Festival, 14 September 2026)ને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી હતી.

આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે. ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ (Prasad)પણ ધરાવવામાં આવે છે.

Ganesh Visarjan

ગણેશ વિસર્જન (Ganesh Visarjan 2026) માટે અનંત ચતુર્દશીનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે 25 સપ્ટેમ્બર 2026 (Anant Chaturdashi 2026, 25 September 2026)ના રોજ છે. આ દિવસે શ્રદ્ધાળુ ભક્તો બાપ્પાની વિદાય અગાઉ એમની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરે છે. પછી એમને પ્રસાદ ચડાવે છે અને ત્યાર બાદ, આરતી કરીને બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરે છે.

કેટલાક પરિવારોમાં અનંત ચતુર્દશી અગાઉ જ ત્રીજા, પાંચમા અથવા તો સાતમા દિવસે જ વિસર્જન કરી દેવાય છે. જ્યારે મંદિરો અને ગણેશ પંડાલોમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓનું વિસર્જન મોટાભાગે અનંત ચતુર્દશીના દિવસે જ કરવામાં આવે છે.

આ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પણ અનંત સ્વરુપે પૂજા કરવામાં આવે છે અને આ વર્ષે પણ આવતીકાલે આ પૂજા કરવાની રહેશે. એની પૂજા વિધિ આ મુજબ છે.

અનંત ચતુર્દશીની પૂજાવિધિ (Anant Chaturdashi 2026 Puja Vidhi)

અનંત ચતુર્દશીએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઇ જવું. સૂર્યોદય અગાઉ ઉઠવું શુભ માનવામાં આવે છે. નિત્ય કર્મથી પરવારીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો. ત્યાર બાદ, પૂજા સ્થાનને સારી રીતે સ્વચ્છ કરવું.

પૂજા માટે લાકડાના બાજોઠ પર લાલ કે પીળા રંગનું સ્વચ્છ કાપડ પાથરી લેવું. એના પર પૂજાનો કળશ સ્થાપિત કરવો અને સામે લક્ષ્મી-નારાયણની મૂર્તિ (Lakshmi-Narayan Idol) કે તસવીર રાખવી. કળશ પર અષ્ટદળ અને ફૂલ અર્પણ કરવા. ત્યાર બાદ, ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવી.

Anant Chaturdashi

14 ગાંઠ વાળું અનંત સૂત્ર

અનંત ચતુર્દશી (Anant Chaturdashi 2026)ની પૂજામાં અનંત સૂત્રનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે. એ માટે કુશા, સુતરાઉ અને રેશમી સૂત્ર (નાડાછડી)ને લઈને એના પર હળદર અને કંકુ લગાવવું. ત્યાર બાદ, આ સૂત્રને ભગવાન વિષ્ણુને અર્પિત કરવું.

અનંત સૂત્ર અર્પણ કર્યા બાદ ધૂપ-દીપ થી લક્ષ્મી-નારાયણની પૂજા કરવી. પૂજા કરતી વખતે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો. ભગવાનને પ્રસાદ ધરાવવો અને અનંત ચતુર્દશીની વ્રત કથાનું પઠન અથવા શ્રવણ કરવું.

મંત્ર જાપ કરવો અને સૂત્ર ધારણ કરવું

“અનંત સંસાર મહાસમુદ્રે મગ્નં સમભયુદ્ધર વાસુદેવ

અનંતરુપે વિનિયાજયસ્વ હૃાનંતસૂત્રાય નમો નમસ્તે”

ઉપરોક્ત મંત્રનો જાપ કરતા કરતા સૂત્રની પૂજા કરવી. ત્યાર બાદ, પુરુષોએ જમણા હાથે અને મહિલાઓએ ડાબા હાથમાં આ અનંત સૂત્ર બાંધી લેવું.

અંતે બ્રહ્મભોજન કરાવવું અને સ્વયં પ્રસાદ (Prasad) ગ્રહણ કરવો.

એવી માન્યતા છે કે, અનંત ચતુર્થીના દિવસે પૂજા અને અનંત સૂત્ર બાંધવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જીવનમાં સુખ-શાંતિ અને ઐશ્વર્ય (Happiness & Wealth)ની પ્રાપ્તિના યોગ સર્જાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

આ પણ વાંચો: ભદ્ર-માલવ્ય યોગ…5 રાશિઓને ધન-કેરિયરમાં લાભ…ગણેશ ચતુર્થીએ 200 વર્ષો બાદ અનોખો સંયોગ…!

આ પણ વાંચો: ચાંદીના ગણેશજી ઘરમાં લાવશે બરકત…એમની સ્થાપનાથી કૌટુંબિક કલહમાંથી મળશે છૂટકારો!