Ahmedabad News/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે PAGE એકેડેમીનો શિલાન્યાસ

PAGE Academy ના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Gujarat Ahmedabad

Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGE  ના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ એલ્કેમી ઑફ ક્યોર’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું.

આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ. રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી શ્રી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ જ. પટેલ, ધારાસભ્ય કનુ પટેલ, અગ્રણી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના લીડર્સ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે PAGE એ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલ ઉદ્યોગ આધારિત નેશનલ સ્કિલિંગ ઇનિશિયેટિવ છે. આ પહેલ માટે IPAના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં રાખીને કુલ 50 મિલિયન અમેરિકન ડૉલરની રકમ ફાળવી છે.

PAGEનો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે

IPAની સભ્ય કંપનીઓના સામૂહિક પ્રયાસ રૂપે શરૂ કરાયેલા PAGEનો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે, જેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા સિસ્ટમ્સ અને ઓપરેશન્સ માટે ઉચ્ચ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટ્રમ્પ સામે ફાર્માસ્યુટિકલ કંપનીના એક્ઝિક્યુટિવ ભાન ગુમાવતાં અધિકારીઓએ સંભાળ્યા

આ પણ વાંચો: ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં પ્રદર્શિત થશે

આ પણ વાંચો: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના R&D સેન્ટરનું કર્યુ ઉદ્ઘાટન