Tech News/ શું હવે રોબોટ કરશે ઓપરેશન? આવતા 3 વર્ષમાં દુનિયાના ટોપ સર્જનને પણ પાછળ છોડી દેશે રોબોટ-મસ્કનો દાવો

ટેસ્લાના CEO એલન મસ્કે મોટો દાવો કર્યો છે કે આવતા 3 વર્ષમાં તેમનો ‘ઓપ્ટિમસ Robot’ દુનિયાના શ્રેષ્ઠ સર્જનો કરતા પણ સારી સર્જરી કરવા સક્ષમ હશે.

Trending Tech & Auto
Robot

Tech News :ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક (Robot) હંમેશા ભવિષ્યને લગતી મોટી અને ચોંકાવનારી વાતો કરવા માટે જાણીતા છે. હવે તેમણે મેડિકલ ક્ષેત્રે એક એવો દાવો કર્યો છે જેનાથી દુનિયાભરના ડોક્ટરો વિચારમાં પડી ગયા છે.

મસ્કનું કહેવું છે કે તેમનો ‘ઓપ્ટિમસ રોબોટ’ (Optimus Robot) આવતા 3 વર્ષમાં દુનિયાના શ્રેષ્ઠ સર્જન (Surgeon) કરતા પણ વધારે સારી રીતે ઓપરેશન કરી શકશે. જોકે, મેડિકલ એક્સપર્ટ્સ આ વાત સાથે સહમત નથી અને તેમણે શંકા વ્યક્ત કરી છે.

Robot

શું છે એલન મસ્કનો દાવો?

હાલમાં જ ‘મૂનશોટ્સ’ (Moonshots) પોડકાસ્ટમાં પીટર ડાયમંડિસ સાથે વાત કરતા મસ્કે આ ભવિષ્યવાણી કરી હતી.

3 વર્ષનો ટાર્ગેટ: જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઓપ્ટિમસ રોબોટ ક્યારે ડોક્ટરો કરતા સારો બની જશે? ત્યારે મસ્કે જવાબ આપ્યો, “માત્ર 3 વર્ષમાં.”

કારણ: મસ્કે દલીલ કરી કે દુનિયામાં સારા સર્જનોની અછત છે અને ડોક્ટર બનતા વર્ષો લાગે છે. માણસ ભૂલ કરી શકે છે અને થાકી પણ જાય છે, જ્યારે રોબોટ થાક્યા વગર ચોકસાઈથી કામ કરી શકે છે.

ભવિષ્ય: મસ્ક માને છે કે ભવિષ્યમાં ઓપ્ટિમસ રોબોટ એટલા મોટા પાયે ઉપલબ્ધ હશે કે તે કોઈ પણ હ્યુમન સર્જન કરતા વધુ સારી સેવા આપી શકશે.

Robot

ઓપ્ટિમસ રોબોટ (Robot) નો ઇતિહાસ

શરૂઆત: એલન મસ્કે 2022માં પહેલીવાર ઓપ્ટિમસ રોબોટનો પ્રોટોટાઈપ દુનિયાને બતાવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં તે તૈયાર થઈ જશે.

વિલંબ: હવે 2024માં મસ્કે આ રોબોટના વેચાણ માટે 2026 નો ટાર્ગેટ રાખ્યો છે. મસ્ક અવારનવાર પોતાની ડેડલાઈન ચૂકી જવા માટે જાણીતા છે, તેથી લોકો આ દાવાને પણ શંકાની નજરે જોઈ રહ્યા છે.

Robot

એક્સપર્ટ્સે કેમ શંકા વ્યક્ત કરી?

મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો મસ્કના આ દાવાને ‘વધારે પડતો આશાવાદી’ (Over Optimistic) ગણાવી રહ્યા છે.

પ્રો. નું મંતવ્ય: ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર આર્થર કેપલાને કહ્યું કે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

જટિલ શરીરરચના: તેમણે કહ્યું કે દરેક માણસનું શરીર અંદરથી અલગ હોય છે. કાર્ડિયાક (હૃદય), બ્રેઈન (મગજ) કે પ્લાસ્ટિક સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓ માટે રોબોટ (Robot) ને તૈયાર કરવો આટલો સરળ નથી.

પ્રોગ્રામિંગની મર્યાદા: માનવ શરીરમાં એટલી વિવિધતા છે કે તેના માટે ‘સચોટ પ્રોગ્રામિંગ’ કરવું 3 વર્ષમાં શક્ય નથી. રોબોટ (Robot) અને ડોક્ટરની સરખામણી કરવામાં જ વર્ષો નીકળી જશે.

ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે એ વાત સાચી, પણ મનુષ્યના જીવ સાથે સંકળાયેલી સર્જરી જેવી બાબતમાં રોબોટ (Robot) પર સંપૂર્ણ ભરોસો મૂકવો અત્યારે વહેલો ગણાશે. શું ખરેખર 3 વર્ષમાં રોબોટ (Robot) ડોક્ટર બની જશે કે પછી આ મસ્કનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ છે? તે તો સમય જ કહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  હવે મેડિકલ રિપોર્ટ સમજવા ડોક્ટર પાસે જવાની જરૂર નથી? OpenAI લાવ્યું ‘ChatGPT Health, જાણો તે કામ કેવી રીતે કરશે

આ પણ વાંચો: શું ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ‘યુનિક’ હોય છે? AI એ તોડ્યો વર્ષો જૂનો ભ્રમ: એક જ વ્યક્તિની અલગ અલગ આંગળીઓમાં પણ હોય છે સમાનતા!

આ પણ વાંચો:  હવે અરીસો કહેશે કે તમે બીમાર છો કે નહીં! 2026 માં લોન્ચ થયો ‘જાદુઈ મિરર’, માત્ર 30 સેકન્ડમાં ચહેરો જોઈને આપશે હેલ્થ કાર્ડ