Amul Purchase Price: આણંદમાં અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી લેવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરીને પશુપાલકોને મોટી રાહત આપી છે. આ સાથે અમૂલ ડેરીએ ફેટના પ્રતિ કિલો દૂધના નવા ભાવમાં 780 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા તેની કિંમત 760 રૂપિયા હતી. અમૂલ ડેરી દ્વારા લેવાયેલા નિર્ણયથી પશુપાલકોને સીધો ફાયદો થશે. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે નવો ભાવ વધારો 01/11/2022 થી પશુપાલકોને ચૂકવવામાં આવશે.
અમૂલનું વાર્ષિક ટર્નઓવર 10 હજાર કરોડને વટાવી ગયું છે. અમૂલનો વાર્ષિક બિઝનેસ 19 ટકા વધ્યો છે. ગત વર્ષે અમૂલ ડેરીની કુલ આવક 131 કરોડ લિટર દૂધની હતી. ગત વર્ષે 320 કરોડ રૂપિયાની અંતિમ કિંમત ચૂકવવામાં આવી હતી આ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદેલા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં પ્રતિ કિલો ફેટમાં રૂ.20નો વધારો કરાયો હતો. આ ભાવ વધારાથી આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને ફાયદો થયો છે. જેમાં અમૂલ ડેરીનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટના 760 હતો અને હવે નવો ભાવ 780 થયો છે..
આ પણ વાંચો: Military Chopper Crashed/ અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ઘટનાસ્થળે પહોંચવા માટે નથી કોઈ રસ્તો
આ પણ વાંચો: Cyber Crime Case/ સુરત સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાઇબર ક્રાઇમના આરોપીની ધરપકડ, વસુલયા આટલા રૂપિયા…
આ પણ વાંચો: વિધાર્થી કે હેવાન ?/ મારવાડી યુનિ.માં પાંચ વિદ્યાર્થીઓએ લીધો સાથી વિદ્યાર્થીનો ભોગ, નગ્ન વિડીયો બનાવી..
