ડાયમંડ નગરી સુરતમાં કોરોના સંક્રમણ વધતા BRTS તેમજ સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને લીધેમાં સુરત ડાયમંડ મેન્યુ, ફેક્ટર યુનિટ અને હીરાબજારો બંધ રાખવાનુ ડાયમંડ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રવિવારે મનપા કમિશ્નર દ્વારા સુરતમાં તમામ જગ્યાએ હેલ્થ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ સુરતમાં રીક્ષા ચાલકોની પણ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું પદ હમણાં નહીં જાય, શરદ પવારે આપ્યા સંકેત

સુરતમાં વધી રહેલ કોરોના સંક્રમણને લીધે રાત્રીના ૯ થી ૬ સુરતમાં કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. જેમાં સુરતમાં હીરાબજાર દ્વારા બે દિવસ હીરાબજાર દ્વારા બંધ રાખવાનું જાહેર કર્યું છે. ત્યારે તા.૨૧ ના રોજ હીરાબજાર બંધ રહ્યું હતું. તેમજ સુરતમાં કોરોના કેસમાં વધારો થતા ડાયમંડ એસોસિએશન દ્વારા ડાયમંડ મેન્યુફેક્ચર યુનિટ અને હીરાબજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ સુરતમાં વધી રહેલ સંક્રમણને લીધે અનેક જગ્યાએ ટેસ્ટીંગ અને રસીકરણની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં મનપા કમિશ્નર દ્વારા શહેરના વિવિધ હેલ્થ સેન્ટરમાં મુલાકાત લેવામાં આવી હતી. તેમજ રીક્ષા ચાલકો સુપર સ્પ્રેડર ન બને તેને પણ તકેદારી રાખવામાં આવી છે.
