Ahmedabad News: તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમ માટે સપ્લાય કરાયેલા ઘીમાં કથિત ભેળસેળના કેસ (Tirupati Laddu Ghee Scam)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ સુકૃતિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. EDની સત્તાવાર માહિતી મુજબ, મંગલાની 17 સપ્ટેમ્બર 2026ના રોજ PMLA, 2002ની કલમ 19 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમને વિશાખાપટ્ટનમની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
Tirupati Laddu Ghee Scam: 2019થી 2024 વચ્ચે ₹230 કરોડના ઘી સપ્લાયની તપાસ
EDના જણાવ્યા અનુસાર, વર્ષ 2019થી 2024 દરમિયાન TTDને આશરે ₹230 કરોડના ઘી સપ્લાય સાથે જોડાયેલી ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીનો આરોપ છે કે આ સપ્લાય ચેઇનમાં ભેળસેળવાળું ઘી અસલી ‘Agmark Special Grade Cow Ghee’ તરીકે દર્શાવીને સપ્લાય કરવામાં આવ્યું હતું. EDના તપાસ તારણ મુજબ, મંગલાની ફેક્ટરીમાં આશરે ₹96 કરોડનું કથિત ભેળસેળવાળું ઘી (Tirupati Laddu Ghee Scam) તૈયાર કરવામાં આવ્યું હતું. આ મુદ્દે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને સપ્લાયની પ્રક્રિયાની તપાસ પણ કરવામાં આવી રહી છે.
Tirupati Laddu Ghee Scam: ઘીમાં પામ ઓઈલ અને અન્ય ઘટકોનો ઉપયોગ કરવાનો આરોપ
EDના જણાવ્યા મુજબ, કથિત ભેળસેળવાળું ઘી તૈયાર કરવા માટે રિફાઇન્ડ પામ ઓઈલ, પામોલિન, પામ કર્નલ ઓઈલ સહિત વિવિધ ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ MG-90, મોનોગ્લિસરાઇડ્સ, Myvacet Soft 400 અને એસિટિક એસિડ એસ્ટર સહિતના અન્ય કેમિકલ ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ ઉત્પાદનને ગાયના શુદ્ધ ઘી તરીકે રજૂ કરીને TTD સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કથિત સપ્લાયમાં ખોટા રેકોર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
Tirupati Laddu Ghee Scamછ અનેક કંપનીઓ મારફતે સપ્લાયનો આરોપ
EDની તપાસમાં સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓની ભૂમિકા પણ સામે આવી હોવાનું એજન્સીનું કહેવું છે. તપાસ એજન્સી મુજબ, અલગ-અલગ ફ્રન્ટ કંપનીઓ મારફતે ઘીનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. એજન્સી હવે આ કંપનીઓ વચ્ચેના નાણાકીય વ્યવહારો, કથિત ખોટા રેકોર્ડ અને ભેળસેળવાળા ઘીના ઉત્પાદન-સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
Tirupati Laddu Ghee Scam: અગાઉ વિપિન જૈનની પણ ધરપકડ થઈ હતી
આ કેસમાં ED દ્વારા અગાઉ વિપિન જૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. હવે કૈલાશ ચંદ મંગલાની ધરપકડ બાદ તપાસ વધુ આગળ વધી શકે છે અને કથિત ભેળસેળવાળા ઘીના ઉત્પાદન, સપ્લાય અને નાણાંના વ્યવહારો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
Tirupati Laddu Ghee Scam: ₹96 કરોડના આંકડા અંગે શું કહે છે ED?
આ કેસમાં ₹96 કરોડનો આંકડો ખાસ ચર્ચામાં છે. EDના જણાવ્યા અનુસાર, 2019થી 2024 દરમિયાન TTDને થયેલા આશરે ₹230 કરોડના ઘી સપ્લાયની તપાસમાં મંગલાની ફેક્ટરીમાં લગભગ ₹96 કરોડનું કથિત ભેળસેળવાળું ઘી તૈયાર થયું હોવાની માહિતી મળી છે. આ આંકડા તપાસ એજન્સીના તારણો છે અને સમગ્ર કેસમાં કોર્ટની કાર્યવાહી તથા તપાસ આગળ વધે તેમ અંતિમ હકીકત વધુ સ્પષ્ટ થશે.
Tirupati Laddu Ghee Scam: કેસમાં હવે આગળ શું?
કૈલાશ ચંદ મંગલા હાલ કોર્ટના આદેશ મુજબ ન્યાયિક કસ્ટડીમાં છે. ED દ્વારા મની લોન્ડરિંગના એંગલથી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન સપ્લાય ચેઇનમાં સંકળાયેલી કંપનીઓ, નાણાકીય વ્યવહારો, કથિત ભેળસેળવાળા ઘીના ઉત્પાદન અને તેને TTD સુધી પહોંચાડવાની પ્રક્રિયા અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ કેસમાં લગાવવામાં આવેલા આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: જાણો કેવી રીતે ડેરીએ પાંચ વર્ષ સુધી તિરુપતિ લાડુ માટે 250 કરોડ રૂપિયાના ચરબીયુક્ત ઘીનો સપ્લાય કર્યો
આ પણ વાંચો:તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રિમનો મોટા ચુકાદો; SIT કરશે તપાસ, કેન્દ્રની માગ ફગાવી
આ પણ વાંચો:તિરુપતિના પ્રસાદમાં હજુ પણ શ્રદ્ધા કાયમ, માત્ર 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા
