Ahmedabad News: ગુજરાતમાં વરસાદી માહોલ જામવાના લીધે શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. કારણ કે, ચોમાસાની ઋતુ દરમિયાન એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી જતી હોય છે, તેના લીધે ભાવ ઊંચો જાય છે, પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસથી અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ ગગડ્યા છે. પરંતુ રિટેલ માર્કેટમાં હજુ પણ શાકના ભાવ આકાશને આંબે છે.
APMC અંદરના અને બહારના ભાવમાં ફેર
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટમાં જે શાકભાજીના ભાવ લેવાતા હોય તેના કરતાં એપીએમસી માર્કેટની બહાર જ તેના ત્રણ ગણા ભાવમાં શાકભાજીનું વેચાણ થાય છે. ફક્ત એપીએમસી માર્કેટની દિવાલની બહાર જ ત્રણ ઘણો ભાવ લેવાય છે, ત્યારે અન્ય વિસ્તારોમાં અને તેમાં પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તે શાકભાજીના ચાર ગણા ભાવ પણ લેવાતા હોય છે, ત્યારે ખેડૂતોને પોતાની મહેનતનું વળતર મળતું નથી. પરંતુ વચેટિયા નફો રળી લે છે અને તેનો માર્ગ સામાન્ય જનતાને મોંઘવારી રૂપે પડે છે, પરંતુ ખેડૂત તો ઠેરના ઠેર જ છે, એટલે વચેટીયા મોંઘવારીમાં વધારો કરી રહ્યા છે.
વરસાદને કારણે શાકભાજી જેવી ઝડપી નાશ પામતી વસ્તુઓને ઝડપથી નિકાલ કરવો ખૂબ જ જરૂરી બને છે, ત્યારે ખેડૂતો સસ્તા ભાવે એપીએમસી માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરે છે અને હોલસેલ માર્કેટમાં પણ સામાન્ય દર પર રિટેલ વેપારીને શાકભાજીનું વેચાણ થાય છે, પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા તે શાકભાજીના ત્રણથી ચાર ગણા ભાવ થઈ જાય છે. બેથી ત્રણ દિવસથી શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે, તેની સામે શાકભાજીની આવકમાં મોટો વધારો થયો છે, તેથી ભાવ પણ ઘટ્યા છે.
વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે જેની અસર સીધી સામાન્ય જનતાને પડી રહી છે. અચાનક વધી રહેલા ભાવને કારણે ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ટામેટાંના ભાવ 100 રુપિયા કિલો થઈ ગયા છે. મોટાભાગની શાકભાજીના વધ્યા હોવાના કારણે ગૃહિણીઓને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં શાકભાજીના ભાવ વધ્યા છે. જો કે દક્ષિણના આંધ્ર અને કર્ણાટકનો માલ જેવો ગુજરાતમાં ઉતરશે એવો તરત જ ટામેટાનો ભાવ ઉતરી જશે. હાલના તબકકે મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવતાં ટામેટામાં 20 ટકા માલ બગડેલો હોવાથી કમરતોડ ભાવમાં ટામેટાં વેચાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
