Gujarat News : રાજ્યમાં પીએસઆઈ-લોકરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજીકરવા માટે ઉમેદવારો માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેને આધારે ઉમેદવારો પોર્ટલ માટે અરજી કરી શકશે. ઉમેદવારો 16 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન પોર્ટલ અરજી કરી શકશે. પોર્ટલ ્રજી કર્યા બાદ આ ઉમેદવારોનીચોમાસા બાદ પરીક્ષા લેવામાં આવશે.
ગુજરાત પોલીસ વિભાગે 2024 માટે 9182 જગ્યાઓની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરી છે. લોકરક્ષક દળ અને PSI કેડરમાં વિવિધ પદો માટે આ ભરતીની જાહેરાત ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે.ગુજરાત પોલીસ ભરતી 2024 માં કોન્સ્ટેબલ, PSI, સબ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર જેવા પદો માટે કુલ 9182 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં જોડાવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ મોટી ખુશખબરી છે.
પોલીસ ભરતીની અરજી પ્રક્રિયા હજુ શરૂ થવી બાકી છે, પરંતુ તેની શરૂઆત થતાની સાથે જ આ પોસ્ટ મારફતે તમને તમામ માહિતી પૂરી પાડીશું.આ ભરતી માટે ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે. Lokrakshak/PSI ભરતીના નિયમો અનુસાર, 30 એપ્રિલ, 2023 સુધીમાં 12મી કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે.જ્યારે પણ આ ભરતી માટેની ઓનલાઈન અરજી શરૂ થશે, તમે gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરી શકશો. અરજીની પ્રક્રિયા કઈ રીતે કરવી, તે માટે સત્તાવાર નોટિફિકેશનનું વાંચન અનિવાર્ય છે.
PSI કેડર અને Lokrakshak કેડરની પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી માટે સિલેબસ તૈયાર કરવામાં આવ્યું છે. આ સિલેબસના માધ્યમથી ઉમેદવારોને પરીક્ષા માટે શ્રેષ્ઠ તૈયારીમાં મદદ મળશે.જાહેરાતમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2024 માટેના ભરતીના ફોર્મમાં ભૂલ હોય અથવા તે ઉમેદવારની યોગ્યતા પુરતી ન હોય, તો તે અરજીઓ રદ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
