પંચમહાલ/ તાઉ-તે વાવાઝોડામાં બાઈક ઉપર ઝાડ પડતા મહિલાનું મોત

તાઉ-તે વાવાઝોડામાં બાઈક ઉપર ઝાડ પડતા મહિલાનું મોત

Top Stories Gujarat Others

પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર જોવા મળી છે. વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકયું તે પહેલા ધીમીધારે વરસાદ અને પવન ફુંકાવવાનું ચાલુ રહ્યું હતું. મોડી રાત્રીએ તાઉ તે વાવાઝોડું, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાતા તબાહી મચાવીને આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી છે. પંચમહાલ જીલ્લામાં વહેલી સવાર થી ધીમીધારે તો કોઈ તાલુકામાં ધમાકેદાર રીતે વરસાદ જોવા મળ્યો છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સર્તક બન્યું છે. આજે સમી સાંજે ઉત્તર ગુજરાતમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપી પવન ફુંકાતા તેની અસર પંચમહાલ જીલ્લામાં જોવા મળી છે. અને ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. પવનના સુસવાડી સાથે વરસતા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવાર થી ધીમીધારે વરસાદ તો કયાંક ધમાકેદાર રીતે વરસાદ વરસી રહ્યો હતો. આજરોજ મોડી સાંજ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપી ફુંકાયેલા વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડયો છે. તેની અસર પંચમહાલ જીલ્લામાં પણ જોવા મળી છે. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર અને સંભવિત નુકશાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. તમામ તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રીઓને ૪૮ કલાક માટે જેને ફરજના સ્થળે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તાઉ તે વાવાઝોડાની ભારે પવનો ફુંકાતા મોરવા(હ)થી રામપુર જવાના માર્ગ ઉપર થી દંપતિ બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું. તેની ઉપર ઝાડ પડતાં બાઈક ઉપર બેઠેલ મહિલાનું મોત નિપજાવા પામ્યું છે.