Heatwave In Paris Updates: યુરોપમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને મેડિકલ સિસ્ટમ પર ભારે દબાણ છે. આ કટોકટી વચ્ચે પેરિસ પ્રશાસને જાહેર રસ્તાઓ અને બગીચાઓમાં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ગરમીમાં આલ્કોહોલ કેમ છે ખતરનાક?
પેરિસ (Paris) પ્રશાસનનો આ નિર્ણય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા નથી, પરંતુ માનવ શરીરના વિજ્ઞાન (Biology) સાથે જોડાયેલો છે:
આલ્કોહોલ એક ‘ડાયયુરેટિક’ છે, જે શરીરમાંથી પાણીને ઝડપથી બહાર ફેંકે છે. હીટવેવમાં જ્યારે શરીર પરસેવા દ્વારા પહેલેથી જ પાણી ગુમાવી રહ્યું હોય, ત્યારે આલ્કોહોલ ગંભીર ડિહાઇડ્રેશન પ્રેરે છે.
આલ્કોહોલને કારણે લોહીની નસો પહોળી થાય છે (Vasodilation), જે બ્લડ પ્રેશરને અચાનક ખૂબ નીચું કરી દે છે. પરિણામે વ્યક્તિ ચક્કર ખાઈને ઢળી પડે છે.
દારૂ પીવાથી મગજની વિચારવાની ક્ષમતા નબળી પડે છે, જેથી વ્યક્તિ હીટ(Paris) એક્ઝોસ્ટનના લક્ષણો ઓળખી શકતી નથી અને જીવલેણ ‘હીટ સ્ટ્રોક’ નો શિકાર બને છે.
મેડિકલ ઈમરજન્સી અને હાર્ટ એટેકમાં વધારો
પેરિસની(Paris) સ્થિતિ ચિંતાજનક છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો ‘સેચ્યુરેશન પોઇન્ટ’ પર પહોંચી ગયો છે.
એમ્બ્યુલન્સ સેવાઓને સામાન્ય દિવસો કરતા બમણા એટલે કે રોજ 2500 જેટલા ઈમરજન્સી કોલ્સ મળી રહ્યા છે.
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કેસમાં સામાન્ય કરતા ચાર ગણો વધારો થયો છે, જેમાં યુવાનો પણ મોટી સંખ્યામાં છે.
સુરક્ષાના કારણોસર તમામ મોટી રમતગમતની પ્રવૃત્તિઓ, પ્રાઇડ માર્ચ અને મ્યુઝિક ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યા છે.
Paris હીટવેવ પાછળનું કારણ: ‘ઓમેગા બ્લોક’
હવામાન વિભાગના મતે, આ ભયાનક ગરમી માટે ‘ઓમેગા બ્લોક‘ જવાબદાર છે. ગ્રીક અક્ષર ‘ઓમેગા’ આકારનો એક વિશાળ હાઈ-પ્રેશર ડોમ પેરિસ પર સ્થિર થઈ ગયો છે, જે ગરમ હવાને બહાર નીકળવા દેતો નથી. પરિણામે તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે જૂન મહિનાનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. ગરમીથી રાહત મેળવવા નદીઓમાં પડેલા 55 લોકોના ડૂબી જવાથી મોત પણ થયા છે.
