ગાંધીજીના જીવનકવન પર આધારિત સ્કલ્પચર
ગાંધીજીના પ્રખ્યાત ત્રણ વાંદરાના સ્કલ્પચર
8 ફૂટ ઊંચા મચ્છરનુ સક્લપ્ચર
ટીકીટના દરમાં વધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરાય છે,જેને શહેરીજનો તરફથી જબરો પ્રતિસાદ મળતો આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોનું ચોથી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યુ છે, જે માટે અત્યારથી જ રિવરફ્રન્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે શહેરીજનો દેશ-વિદેશના 10 લાખથી વધુ ફુલોને ફ્લાવર શોમાં માણી શકશે.
આ વર્ષે રિવરફ્રન્ટ પર ચોથી જાન્યુઆરીથી શરુ થનારા ફ્લાવર શો માટે કોર્પોરેશન તરફથી તડામાર તૈયારીઓની સાથે સાથે નવા આકર્ષણો પણ ઉમેરવામાં આવી રહ્યા છે. જાેકે આ વર્ષે ફ્લાવર શોની ટિકીટની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્લાવર શો માટે ચાલી રહેલી તૈયારીઓની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલ અને એસ્ટેટ વિભાગના અધિકારીએ ફ્લાવર શોની તૈયારીઓની રુબરુ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.

આ વખતે ફ્લાવર શોની ટિકીટના દર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં આ વખતે ટિકીટનો દર રુપિયા 10થી વધારી 20 રુપિયા કરાયા છે. તો શનિ-રવિના ટિકીટના દર રુપિયા 50 રાખવામાં આવ્યા છે. અમદાવાદના 48 વોર્ડના કોઈપણ સિવિક સેન્ટર પરથી એડવાન્સમાં ટીકીટ લઈ શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અમદાવાદના રિવરફ્રન્ટના ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડનમાં આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કુલ 88500 સ્કવેર મિટરમાં પથરાયેલો હશે. જયારે આજ ફલાવર શો ગત વર્ષે 78 હજાર સ્કવેર મિટરમાં આયોજન કરવામાં અવ્યું હતું. સાથે સાથે આ વર્ષે અ્નેક નવા આકર્ષણો પણ ઉમેરવામાં આવશે.

ફ્લાવર શોમાં આ વર્ષે વિવિધ સ્કલ્પચરનુ આકર્ષણ ઉમેરાયુ છે. ગાંધીજીના જીવનકવન પર આધારિત સ્કલ્પચરથી લઈને વિવિધ રમતગમતના સાધનોને લગતા સ્કલ્પચર તેમજ હનુમાનદાદાની પ્રતિમાં પણ મુકવામાં આવી છે. આર્યુવેદ ગાર્ડનમાં હવામાં રહેલા હનુમાનદાદાની પ્રતિમા મુકાઈ છે. હવામાં અધ્ધર રહેલા હનુમાનદાદાની બાજુમાં સંજીવની પહાડ પણ મુકાયા છે જેને ફૂલોથી આચ્છાદીત કરાશે.
સાથે સાથે મીઠાનો સત્યાગ્રહ, દાંડીકુચ, રેટિયો કાંતતા ગાંધીજી મુકાયા છે. તો ગાંધીજીના પ્રખ્યાત ત્રણ વાંદરાના સ્કલ્પચર પણ મુકવમ આવ્યા છે. રમતને પ્રાધાન્ય આપવા બેડમિન્ટન, ટેનિસ, હોકીના સાધનોના સ્કલ્પચર મુકાયા છે. તો ક્રિકેટ સહિતની રમતોના 10થી 15 ફૂટ ઊંચા સ્કલ્પચર મુકવમ આવ્યા છે.

મેલેરિયા નાબુદી અભિયાન અન્વયે 8 ફૂટ ઊંચા મચ્છરનુ સક્લપ્ચર મુકાયુ છે. – સંખ્યાબંધ ફૂલોથી વિવિધ માછલીઓ બનાવાઈ છે. તો ફાયરબ્રિગેડનું મહત્વ સમજાવવા બે ફાયર ટેન્કરોને ફૂલોથી સજાવાયા છે.
ફ્લાવર શોમાં વધુ ને વધુ લોકો આકર્ષાય તે માટે કુલ 60 સ્કલ્પચર બનાવાશે. ગત વર્ષે આ સંખ્યા 48ની હતી. આ વર્ષે ફ્લાવર શોની 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
