Not Set/ પશ્ચિમ બંગાળમાં શહીદ થયેલા જવાન સરદારભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ

પશ્ચિમ બંગાળમાં શહીદ થયેલા પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ ચૌધરીને તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.અંતિમ વિદાય સમયે શહીદના પરિવાર સહિત અનેકોની આંખો અશ્રુથી છલકાઈ હતી. સરદારભાઈના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી અંતિમવિધિ માટે લઈ જવાયો હતો. શહીદને અંતિમ વિદાય આપવા માટે સ્કૂલના બાળકો સહિત ગામની મહિલાઓ, પુરૂષો વડિલો […]

Gujarat Others

પશ્ચિમ બંગાળમાં શહીદ થયેલા પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ ચૌધરીને તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.અંતિમ વિદાય સમયે શહીદના પરિવાર સહિત અનેકોની આંખો અશ્રુથી છલકાઈ હતી.

સરદારભાઈના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી અંતિમવિધિ માટે લઈ જવાયો હતો. શહીદને અંતિમ વિદાય આપવા માટે સ્કૂલના બાળકો સહિત ગામની મહિલાઓ, પુરૂષો વડિલો જોડાયા હતા.અંતિમ યાત્રામાં  ભારત માતા કી જય અને શહીદ વીર જવાન સરદારભાઈ ચૌધરી અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.

શહીદ જવાનને દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર આપ્યું હતું.સરદારભાઈના પાર્થિવ દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.