Lifestyle: બાળકોની હૃદય સંબંધી રોગોના વધતા કિસ્સાઓ એ ખરેખર ચિંતાનો વિષય છે. એવા કેટલાક ઉપાયો અંગે જાણીશું કે, જેમની મદદથી હૃદયના સ્વાસ્થ્ય (Heart Health)ને મજબૂત બનાવી શકાય છે.
આજે દેશ-દુનિયામાં મોટાભાગના લોકો કોઇ ને કોઇ રોગ (Diseases)થી ગ્રસિત છે. હાલમાં સમાજની શારીરિક અને માનસિક હાલત (Physical & Mental Health) એટલી બધી ખરાબ છે કે નાના-નાના માસૂમ બાળકો (Children) પણ ગંભીર રોગોનો શિકાર બની રહ્યાં છે. આજે પરિસ્થિતિ એટલી વકરી છે કે, દરેક 3 માંથી 1 (1 Out of 3 Children) બાળક હૃદયરોગ (Heart Disease)નું જોખમ સાથે લઇને ફરી રહ્યું છે! દેશની રાજધાની દિલ્હી પણ માત્ર પ્રદૂષણ જ નહિં પરંતુ, હાઇપરટેન્શનનું કેન્દ્ર બની ચૂકી છે. નાનકડાં 5 થી લઇને 9 વર્ષના કુમળા બાળકોના લોહીમાં ચરબી (Fats)ની માત્રા અત્યાધિક જોવા મળી રહી છે. કરુણતા એ છે કે, આ બાળકો હાઈ ટ્રાય-ગ્લિસરૉઇડ (High Tri-Glyceride)ના સકંજામાં સપડાઇ ચૂક્યા છે અને આ ફૅટના કારણે આ માસૂમોને ભવિષ્યમાં હાર્ટ એટૅક (Heart Attack) આવવાની સંભાવના પેદા થઇ શકે છે. આ વિડંબનામાં, સમગ્ર ભારત (India)માં પશ્ચિમ બંગાળ (West Bengal) સૌથી આગળ છે જ્યાં 67% બાળકો ટ્રાય-ગ્લિસરૉઇડનો શિકાર બની ચૂક્યાં છે. જ્યારે, આસામ (Assam)ની વાત કરીએ તો આ આંક 57% અને જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં લગભગ 50% બાળકો પર આ રોગનો ખતરો ઝળુંબી રહ્યો છે.

આઈસીએમઆર નો રિસર્ચ શું કહે છે?
આઈસીએમઆર (ICMR)ના એક અભ્યાસ અનુસાર, શહેરના બાળકોમાં 40% સુધી લિપિડ ડિસઑર્ડર (Lipid Disorder) જોવા મળી રહ્યો છે. દિલ્હી માં જ 10% કિશોર એટલે કે ટીનએજર્સ (Teen-Agers) ને હાઈ બી.પી. જોવા મળી રહ્યું છે જે નવાઇની બાબત છે! આનું કારણ સ્પષ્ટ છે…પ્રોસેસ્ડ ફૂડ (Processed Food), સૉફ્ટ ડ્રિંક અને કલાકો સુધી મોબાઇલ કે કોમ્પ્યુટર પર સમય વ્યતીત કરવો! આ લાંબો સ્ક્રીન ટાઇમ (Screen Time) આ બીમારીના જોખમમાં વધારો કરી રહ્યો છે. વાસ્તવમાં ચિંતાનો વિષય એ છે કે, જો બાળપણમાં જ ટ્રાઇ-ગ્લિસરૉઇડ અને એલડીએલ હાઈ થઇ જાય તો, 20 થી 25 ની વયે પહોંચતા સુધીમાં તો હાર્ટ એટૅકનું જોખમ અનેકગણું વધી શકે છે. WHO ના જણાવ્યાનુસાર, આ એક સાઇલેન્ટ એપિડેમિક (Silent Epidemic) છે!! બાળપણથી જ ખરાબ લાઇફસ્ટાઇલ અને અયોગ્ય ડાયેટ (Lifestyle & Diet)ને લીધે બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત પ્રભાવિત થયું છે. જો હવે આ વિશે યોગ્ય પગલાં ભરવામાં નહિં આવે તો, આપણી આવનારી પેઢીને હૃદયરોગ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સમય પહેલાં જ એમના સકંજામાં જકડી લેશે!

બી.પી.ના લક્ષણો કયા છે?
લોહીના ઊંચા દબાણના કારણે રેટિના ડૅમેજ, નબળી દ્રષ્ટિ, સ્ટ્રોક આવવો, કમજોર યાદશક્તિ, શ્વાસ ફૂલી જવો, હાર્ટ એટેક આવવો, હાર્ટ ફેલ્યોર અને કિડની ડૅમેજ જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે. શરીરમાં અમુક લક્ષણો જણાય તો સાવધ થઇ જવું જેમ કે, માથું દુ:ખવું, છાતીમાં દુ:ખાવો, ચિડીયેલ થઇ જવું, શ્વસનસંબંધી તકલીફો (Respiratory Problems), નસોમાં ઝણઝણાટી થવી અને ચક્કર આવવા…આ તમામ લક્ષણો જો તમારા બાળકમાં જણાય તો તમારે એને ગંભીરતાપૂર્વક લેવા જોઇએ. જો બીપી નૉર્મલ (Normal BP) હશે તો ઉપરનું 120 અને નીચેનું 80ની આસપાસ હશે. અને જો બીપી હાઈ હશે તો ઉપરનું 140+ અને નીચેનું 90+ જેટલું હશે. આ ઉપરાંત, જો બીપીનું લેવલ નીચું હશે તો ઉપરનું બીપી 90 અને નીચેનું 60 ની આસપાસ હશે.
હાર્ટ અને બીપી સંબંધી સમસ્યાઓથી શી રીતે બચવું?

1. હૅલ્ધી ડાયેટ
આ સમસ્યાઓ ન ઉદ્ભવે એના માટે વિશેષ કરીને હૅલ્ધી ડાયેટ (Healthy Diet) લેવું જોઇએ. વજન પર નિયંત્રણ રીખવું જોઇએ, ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો, અને હૃદય સ્વસ્થ રાખવા માટે દરરોજ 5 ગ્રામથી વધુ મીઠા (Salt)નો ઉપયોગ ન કરવો જોઇએ. બીપીને કંટ્રોલ કરવા માટે ઘણું બધું પાણી (Water Intake) પીવું જોઇએ અને માનસિક તણાવથી બચવું જોઇએ.
2. આયુર્વેદિક ઉપાય
હૃદયને સ્વસ્થ રાખવા માટે 1 ચમચી અર્જુનની છાલ (Arjuna Bark), 2 ગ્રામ તજ પાઉડર અને 5 પાન તુલસી (Tulsi)ના લઇને એને પાણીમાં ઉકાળીને એનો ઉકાળો તૈયાર કરવો અને દરરોજ પીવો જોઇએ. હાર્ટને હૅલ્ધી બનાવી રાખવા માટે તમારે સમયસર ભોજન કરવાની ટેવ પાડવી જોઇએ. બીપી-કોલેસ્ટ્રૉલ પર નિયંત્રણ માટે દૂધીનો જ્યૂસ કે સૂપ પીવો જોઇએ અથવા એનું શાક બનાવીને ખાવી જોઇએ.

3. વ્યાયામ અને વજન નિયંત્રણ
હાઈ બીપીનો વ્યાયામ અને વજન (Exercise & Weight) સાથે સીધો સંબંધ છે. 30 મિનિટસુધી વર્ક આઉટ કરવાથી 5 થી 8 પૉઇંટ બીપી ઓછું થઇ શકે છે અને 1 કિલો વજન ઘટાડવાથી 1 પોઇંટ બીપી ઓછું થઇ શકે છે. આ ઉપરાંત, નિયમિત રીતે યોગ-મેડિટેશનનો અભ્યાસ કરવો જોઇએ.

4. આલ્કોહોલ દુશ્મન બનશે
હાર્ટ હૅલ્થ માટે તમારે દારુના સેવનથી તદ્દન દૂર રહેવું જોઇએ. અયોગ્ય ખાણી-પીણી, વર્કઆઉટની ઉણપ, આલ્કોહોલ, ધુમ્રપાન (Alcohol & Smoking), સ્ટ્રેસ અને સ્થૂળતા (Stress & Obesity), આ પ્રકારની ફેક્ટર્સ હાઇપરટેન્શનના કારણો બની શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈ બીપીથી પીડિત વ્યક્તિઓએ શીર્ષાસન, સર્વાંગાસન, દંડ-બેઠક તથા પાવર યોગ (Power Yoga) જેવા આસનો ન કરવા જોઇએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
