Amreli News : અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે (Savarkundla Highway)પર શેત્રુંજી નદીના પુલ નજીક એસ.ટી. બસ અને મોટરસાઈકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Amreli Accident)ચાર લોકોના મોત (Four Deaths)થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગોઝારી ટક્કર
મળતી માહિતી મુજબ, અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલી એસ.ટી. બસ શેત્રુંજી નદીના પુલ (Shetrunji Bridge Accident)નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસ અને સામેથી આવી રહેલી મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર (ST Bus Accident)થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત (Four Deaths)નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

પિતા અને બે બાળકો સહિત ચારનાં મોત
આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પિતા અને તેમના બે બાળકો સહિત ચાર લોકોનાં મોત (Four Deaths)થયાં હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની ગંભીરતા જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને મૃતકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ અને એસટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એસટી નિગમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માત અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ટક્કર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
