Jamnagar News/ જામનગરના જિલ્લા કલેકટર તરીકે કેતન ઠક્કરની નિયુક્તિ

જેમાં જામનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા બી કે પંડ્યાની જમીન સુધારણા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારી(IAS Officers)ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના કલેકટર(Collector)ની પણ બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને પોરબંદરથી કેતન ઠક્કરને મૂકવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે આઈએએસ અધિકારીઓની બદલીના (Transfer) આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા બી કે પંડ્યાની જમીન સુધારણા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

અને જામનગર કલેકટર તરીકે કેતન ઠક્કરને મૂકવામાં આવ્યા છે. જેઓ પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર કલેકટર તરીકે મુકાયેલા કેતન ઠક્કર અગાઉ જામનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, આરટીઓ અધિકારી અને એડી.કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર

આ પણ વાંચો:GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ

આ પણ વાંચો:AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી