World News/ Kim Jong Unનું શક્તિ પ્રદર્શન: પુત્રી સાથે રોકેટ ટેસ્ટ નિરીક્ષણ

Kim Jong Un કહ્યું કે આ પ્રકારની કવાયત 420 કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનોને ડરાવવાની ક્ષમતા ધરાવે છે

Top Stories World
કિમ જોંગ ઉને (Kim Jong Un)કહ્યું કે આ પ્રકારની કવાયત 420 કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનોને ડરાવવાની ક્ષમતા ધરાવે છે

World News : ઉત્તર કોરિયાના નેતા Kim Jong Un એ પોતાની કિશોરવયની પુત્રી Kim Ju Ae સાથે મલ્ટીપલ રોકેટ લોન્ચ સિસ્ટમના લાઇવ-ફાયર પરીક્ષણનું નિરીક્ષણ કર્યું. રાજ્ય મીડિયા અનુસાર આ પરીક્ષણ દેશના પૂર્વ કિનારા નજીક કરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીનો સંબંધ હાલ ચાલી રહેલી Freedom Shield લશ્કરી કવાયત સાથે જોડાયો છે, જે United States અને South Korea વચ્ચે ચાલી રહી છે. ઉત્તર કોરિયા આ સંયુક્ત કવાયતને પોતાના પર હુમલાની તૈયારી તરીકે ગણાવે છે અને તે સામે પ્રતિભાવ આપવાની ચેતવણી આપી ચૂક્યું છે.

600mm મલ્ટીપલ રોકેટ લોન્ચ સિસ્ટમનું પરીક્ષણ

ઉત્તર કોરિયાની રાજ્ય સમાચાર એજન્સી Korean Central News Agency (KCNA) મુજબ શનિવારે કરવામાં આવેલા પરીક્ષણમાં 600 મીમી ક્ષમતાવાળા મલ્ટીપલ રોકેટ લોન્ચરોમાંથી લગભગ 12 પ્રોજેક્ટાઇલ સમુદ્ર તરફ ફાયર કરવામાં આવ્યા.

આ દરમિયાન કિમ જોંગ ઉને (Kim Jong Un)કહ્યું કે આ પ્રકારની કવાયત 420 કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનોને ડરાવવાની ક્ષમતા ધરાવે છે અને તેમને વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની વિનાશક શક્તિનો અનુભવ કરાવશે.

દક્ષિણ કોરિયાએ કાર્યવાહી ને ઉશ્કેરણી ગણાવી

South Korea ની સેનાએ જણાવ્યું કે તેમને ઉત્તર કોરિયાની રાજધાની વિસ્તારથી પૂર્વી સમુદ્ર તરફ છોડવામાં આવેલી લગભગ 10 બેલિસ્ટિક મિસાઇલો શોધાઈ હતી.

દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ કાર્યવાહી ને ઉશ્કેરણીજનક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ પ્રક્ષેપણો United Nations Security Council ના તે ઠરાવનું ઉલ્લંઘન કરે છે, જેમાં ઉત્તર કોરિયાને બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Kim Jong Unની પુત્રી ફરી જાહેરમાં જોવા મળી

રાજ્ય મીડિયાએ જાહેર કરેલી તસવીરોમાં કિમ જોંગ ઉન (Kim Jong Un)મોટા લોન્ચ ટ્રક પાસે ઉભા રહી પરીક્ષણ નિહાળતા દેખાયા હતા. તેમની સાથે તેમની પુત્રી કિમ જુ એ પણ હાજર હતી.

અંદાજે 13 વર્ષની કિમ જુ એ 2022 થી અનેક મિસાઇલ પરીક્ષણો, લશ્કરી પરેડ અને સરકારી કાર્યક્રમોમાં તેમના પિતા સાથે જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ તાજેતરમાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે કિમ જોંગ ઉન ભવિષ્યમાં પોતાની પુત્રીને ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા હોઈ શકે છે.

દક્ષિણ કોરિયા સામે પરમાણુ ધમકી

રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ કિમ જોંગ ઉને દાવો કર્યો છે કે જો ઉત્તર કોરિયાની સુરક્ષાને જોખમ પહોંચશે તો તેઓ દક્ષિણ કોરિયાને “સંપૂર્ણપણે નષ્ટ” કરવાની ક્ષમતા ધરાવે છે.

સાથે જ તેમણે ફરી એકવાર સિઓલ સરકાર સાથે વાતચીત કરવાની શક્યતાને પણ નકારી દીધી છે.


આ પણ વાંચો : રશિયાએ પોતાની મિત્રતા જાળવી, ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધમાં મદદ કરી તો પુતિને કિમ માટે લક્ઝરી બીચ બનાવ્યો!

આ પણ વાંચો : ગાઝા પર ટ્રમ્પની યોજના પર ઉત્તર કોરિયા ગુસ્સે

આ પણ વાંચો : યુ.એસ.એ ચેતવણી આપી કે યુક્રેનમાં પ્રવેશતા ઉત્તર કોરિયાના સૈનિકો ‘બોડી બેગમાં પાછા ફરશે