Navsari News : નવસારીમાં વાવાઝોડાથી અલરગ્રસ્ત થયેલા લોકોને અઠવાડિયાની અંદર જ સરકારી સહાય મળી ગઈ છે.જેમાં સાંસદ ધવલ પટેલના અથાગ પ્રયાસોથી ગુજરાત સરકારે અઠવાડિયામાં જ સરકારી સહાય પહોંચાડી હતી.
તે સિવાય વાંસદાના સીણધઈ ગામે વાવાઝોડામાં મકાનોને થયેલા નુકસાનનો સર્વે કરી ત્વરિત સહાય ચૂકવવામાં આવી હતી.જેમાં વાંસદામાં અસરગ્રસ્ત પરિવારોને કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધા લાભાર્થીના ખાતામાં જમા થઈ હતી.
સમાજસેવી સંસ્થાઓ સાથે સરકારી સહાય પણ મળતા સ્થાનિકોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
